આ વૃક્ષને મળે છે Z+ સિક્યોરિટી, જાળવણી પર દર વર્ષે ખર્ચ થાય છે 15 લાખ રૂપિયા, જાણો કેમ છે આટલું ખાસ

Desk Editor
By Desk Editor
Share this Article

VVIP Tree In MP:  જે લોકોને Z+ સુરક્ષા મળે છે તેમને 24 કલાક સુધી કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના વીવીઆઇપીઓને દેશમાં ઝેડ+ સુરક્ષા મળે છે. આ ઉપરાંત દેશની કેટલીક મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને પણ આ સુરક્ષા મળે છે. આ વાત તો બધા જ જાણે છે, પરંતુ જો કોઈ તમને કહે કે ત્યાં એક એવું વૃક્ષ છે જે એટલું ખાસ છે કે તે દરેક સમયે દેખરેખ હેઠળ રહે છે. ભાગ્યે જ કોઇ આ વાત પર વિશ્વાસ કરશે, પરંતુ આ વીવીઆઇપી ટ્રીને ઝેડ+ સિક્યોરિટી મળે છે. આવો જાણીએ ક્યાં છે આ VVIP વૃક્ષ…

 

આપણે જાણીએ છીએ કે આ વાંચીને તમને ભાગ્યે જ વિશ્વાસ થશે કે આપણા દેશમાં એક એવું વૃક્ષ છે જેને ઝેડ + સુરક્ષા મળી છે, પરંતુ આ વાત એકદમ સાચી છે. આ વીવીઆઈપી વૃક્ષની સુરક્ષા માટે 24 કલાક ચાર ગાર્ડ તૈનાત કરવામાં આવે છે.

જાણો કેમ છે આટલી ખાસ…

આ વીવીઆઈપી વૃક્ષ મધ્યપ્રદેશમાં છે. જો કે આ વૃક્ષનું મૂળ બિહારના ગયા જિલ્લામાં છે. ભોપાલ અને વિદિશાની વચ્ચે તેને સલામાતપુરની પહાડીઓ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં 2012માં શ્રીલંકાના તત્કાલીન પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા, તે સમયે તેમણે તેના રોપાનું વાવેતર કર્યું હતું.

સુરક્ષા પાછળ ઘણા પૈસા ખર્ચાય છે.

આ પીપળાના વૃક્ષને બોધિ વૃક્ષ નામ આપવામાં આવ્યું છે, જે ખૂબ જ કિંમતી છે. આ વાતનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે રાજ્ય સરકાર તેની સુરક્ષા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. આ વૃક્ષના નિભાવનો વાર્ષિક ખર્ચ 12-15 લાખ રૂપિયા આવે છે. આ વૃક્ષને પહાડ પર 15 ફૂટ ઉંચી લોખંડની જાળી વચ્ચે સુરક્ષિત કરવામાં આવ્યું છે.

 

 

કલેક્ટર પોતાની જાતે તેના પર નજર રાખે છે

વીવીઆઈપી બોધી વૃક્ષની સંભાળ ખુદ કલેક્ટરની દેખરેખ હેઠળ લેવામાં આવે છે. આ ઝાડને ટેન્કર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. આ વૃક્ષ સંપૂર્ણપણે સલામત રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એનું એક પાંદડું પણ સૂકાઈ જાય તો આફત આવી પડે છે. આ વૃક્ષની એટલી સારી રીતે સંભાળ રાખવામાં આવે છે કે તેને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

 

બૌદ્ધ ધર્મ સાથેનું જોડાણ

ઇતિહાસ અનુસાર ગૌતમ બુદ્ધે આ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કર્યું હતું, ત્યારબાદ તેમને જ્ઞાનપ્રાપ્તિ થઇ હતી. જો કે આ મૂળ વૃક્ષો નથી, પરંતુ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલ્યા ત્યારે તેમણે તેમને બોધિવૃક્ષની એક ડાળી આપી હતી. તેણે તે ડાળીને ત્યાં અનુરાધાપુરામાં રોપી હતી. એવું કહેવામાં આવે છે કે તે આજે પણ ત્યાં છે.

 


Share this Article