સમલૈંગિક પતિ જે યુવક સાથે બનાવતો હતો સંબંધ તે યુવક સાથે પત્નિએ પણ બનાવ્યો સંબંધ Gay Dating App દ્વારા થયો હતો સંપર્ક

Lok Patrika Desk
By Lok Patrika Desk
gay
Share this Article

સમલૈંગિક ડેટિંગ એપ દ્વારા જે વ્યક્તિ સાથે પરિણીત પુરુષ સમલૈંગિક સંબંધ બાંધતો હતો, તે જ યુવકે તે વ્યક્તિની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે મહિલાના પતિ અને તેના મિત્રોએ મળીને જાલના જિલ્લાના મંથા ખાતે રિકવરી એજન્ટની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે તપાસ કર્યા બાદ 2 લોકોની ધરપકડ કરી છે.

gay

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો મહારાષ્ટ્રના સંભાજીનગરનો છે. અહીં જાલના જિલ્લાના એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક સમલૈંગિક હતો. તે ગે ડેટિંગ એપ દ્વારા એક ગ્રુપના સંપર્કમાં આવ્યો હતો. ગ્રૂપમાં જોડાયા બાદ તેને મંથાના એક પરિણીત પુરુષ સાથે પરિચય થયો અને બંનેએ સમલૈંગિક સંબંધો બાંધ્યા.પોલીસનું કહેવું છે કે યુવક મંથામાં પરિણીત યુવકના ઘરે ઘણી વખત આવતો હતો અને રાત્રે રોકાતો હતો. જ્યારે પરિણીત પુરુષ રાત્રે સૂતો હતો ત્યારે તેની પત્ની સાથે પણ સંબંધ રાખતો હતો. આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ 7 એપ્રિલે જ્યારે યુવક જાલનામાં ફરજ બજાવીને મંથા પહોંચ્યો ત્યારે આ રહસ્ય ખુલ્યું. તે સાંજે તેના ગે મિત્ર સાથે રોકાયો હતો.

guy

મધ્યરાત્રિએ જ્યારે તેની આંખ ખુલી ત્યારે પ્રદીપ તેની પત્ની સાથે હતો

આ પછી, મધ્યરાત્રિએ જ્યારે ગે મિત્રની આંખ ખુલી તો તેણે જોયું કે યુવક આસપાસ નથી. તેણે જોયું તો યુવક તેની પત્ની સાથે વાંધાજનક સ્થિતિમાં હતો. આ પછી પરિણીતાએ યુવકને માર માર્યો હતો. તેણે તેના ભાઈ અને તેના કેટલાક મિત્રોને પણ બોલાવ્યા. બધાએ મળીને યુવકને બેરહેમીથી માર્યો, જેના કારણે તેનું મોત થયું.

ઈદ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાની જ્વેલરી ખરીદશો તો થશે આટલો ફાયદો, જાણો તમારા ફાયદાની વાત

ભારે સુરક્ષાની વચ્ચે દિલ્હીની કોર્ટમાં મહિલાને 4 ગોળી ધરબી દીધી, કોણે અને શા માટે મારી? જોનારાના મુખે જાણો આખી ઘટના

2024 આવે ત્યાં સુરતમાં AAPનો સફાયો? 10 બાદ વધુ 2 કોર્પોરેટરો BJPમાં જોડાયા, ગોપાલ ઈટાલિયાએ કર્યા આકરા પ્રહારો

હત્યા બાદ મૃતદેહને બાઇક પર લઇ જવાયો હતો

યુવકની હત્યા કર્યા બાદ પરિણીત સમલૈંગિક યુવકે મૃતદેહને બાઇકમાં ભરીને મંથા બજાર સમિતિ પાસેના જગદંબા જીનિંગ કોમ્પ્લેક્ષમાં ફેંકી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ ઈન્સ્પેક્ટર મંથા સંજય દેશમુખે જણાવ્યું કે પોલીસે આ મામલાને ઉકેલતા 2 લોકોની ધરપકડ કરી છે. આ મામલે બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.


Share this Article
TAGGED: , ,