મૌલિક દોશી (અમરેલી): અમરેલીની શાંતાબા ગજેરા હાસ્પિટલમા ટ્રસ્ટના તબીબા હડતાળ પર ઉતરતા કામગીરી ખોરવાઇ . વિવિધ પડતર માંગણીઓ અંગે આંદોલન , પીએમની કાર્યવાહીથી પણ અળગા રહ્યાં રાજયભરમા સરકારી તબીબો આજથી પોતાની વિવિધ માંગણીઓ સબબ અચૌક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા . અમરેલી જિલ્લાના સરકારી તબીબા પણ આ હડતાલમા જેાડાયા હતા અને જિલ્લાના 90 તબીબ આજે હડતાલ પર ઉતરી જતા સરકારી હોસ્પિટલોમા કામકાજ અટકી પડયુ હતુ. અમરેલી જિલ્લાનાતબીબો એ પણ રાજયના અન્ય તબીબો સાથે પેાતાની માંગણીઓ સંતોષાવા માટે હડતાલનુ હથિયાર ઉગામ્યુ છે . આજે સવારથી જ અમરેલી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમા તબીબો હડતાલ પર જતા રહ્યાં હતા .
જેને પગલે દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા . સરકારીતબીબો એ ઓપીડી ઉપરાંત ઇમરજન્સી અને પાસ્ટમેાર્ટમ જેવા કામા પણ બંધ કરી દીધા હતા . વિવિધ તાલુકા મથકાએ આવેલી હોસ્પિટલોપર સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારમાથી આવતા દર્દીઓએ ધક્કા ખાધા હતા અને બાદમા નાછુટકે ખાનગી હોસ્પિટલોમા સારવાર લેવી પડી હતી . અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમા ટ્રસ્ટના તબીબો ઉપરાંત સરકારી તબીબો પણ ફરજ બજાવે છે . અહી સરકારી તબીબો હડતાલ પર ગયા છે .
હોસ્પિટલમા પીએમની કાર્યવાહી માત્ર સરકારી તબીબો ની ડયુટી છે . જેથી પીએમની કાર્યવાહી અટકી પડી હતી .. બાબરામાં આરોગ્ય સેવા પર વિપરીત અસર બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો પણ હડતાલ પર જતા દર્દીઓ પરેશાન થઇ ગયા હતા . અહી દરરોજ 700 જેટલા દર્દીની ઓપીડી છે . હિટવેવના કારણે તેને લગતા દર્દીઓ પણ આવી રહ્યાં છે . પરંતુ ત્રણેય તબીબ હડતાલ પર હોય દવાબારી પણ બંધ રહી હતી . દર્દીઓને ફરજીયાત શહેરમા ખાનગી તબીબો પાસે સારવાર લેવા જવાની નોબત ઊભી થઈ હતી.