મૌલિક દોશી (અમરેલી): શાંતાબા જનરલ હોસ્પિલટલ ખાતે ચેરમેન વસંતભાઈ ગજેરાના અઘ્યક્ષ સ્થાને સર્વજ્ઞાતિ આગેવાનોની શુભેચ્છા મુલાકાત મિટીંગ યોજાઈ હતી. વતનના રતન, કેળવણીકાર, ભામાષા, ડાયમંડકિંગ તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા જનરલ હોસ્પિટલના ચેરમેન, શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલના સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિેટલ ખાતે સર્વજ્ઞાતિ આગેવાનો તથા શહેરના પ્રબુઘ્ધ નાગરિકોની એક સામાન્ય મિટીંગ અને સભા યોજાઈ હતી.
ચેરમેન વસંતભાઈ ગજેરાના અઘ્યક્ષ સ્થાિને યોજાયેલ મિટીંગમાં સર્વે આગેવાનો સર્વશ્રી માન.જિ.પં. બાંધકામ સમિતી ચેરમેન પુનાભાઈ ગજેરા, કોટક લો.કોલેજના આચાર્ય જયોત્સાનાબેન ભગત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હસમુખ દુધાત, દિલીપભાઈ પરીખ, કે.કે.વાળા, ડો.રાવળ, નિમેષ બાંભરોલીયા વિ.આગેવાનોએ શાંતાબા જનરલ હોસ્પિટલની આરોગ્ય સેવાને બિરદાવીને ચેરમેન વસંતભાઈ ગજેરાના સેવાકાર્ય બદલ જિલ્લા વતી આભાર માન્યો હતો.
શાંતાબા જનરલ હોસ્પિટલના માઘ્યયમથી થતી આરોગ્ય સેવાનો લાભ જિલ્લા માં વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા ભરના આગેવાનો એ સહકાર આપવા ખાત્રી આપી હતી. શાંતાબા જનરલ હોસ્પિોટલની આરોગ્યા સેવા સમગ્ર જિલ્લા માં પ્રસરે તે હેતુસર સહયોગ-સુચન મિટીંગમાં અતિથિ વિશેષ તરીકે નાગરિક સરકારી બેંક લી.ના ચેરમેન મનસુખભાઈ ધાનાણી, કાળુભાઈ કાછડીયા, સુપ્રિ.ડો.જીતિયા, ડીન ડો.સિંહા, કુંકાવાવ તા.ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, દિનેશભાઈ ભુવા, વજુભાઈ પટેલ, જે.ભાઈ કાવઠીયા, રિતેશભાઈ સોની,પોપટલાલ કાશ્મીરા, ખોડાભાઈ સાવલીયા, એમ.ડી. પિન્ટુ્ભાઈ ધાનાણી, ડાયાભાઈ ગજેરા, કાળુભાઈ રૈયાણી, એમ.કે.સાવલિયા, મનોજભાઈ ભટ્ટ, નિલેષ દેસાઈ, જે.પી. સોજીત્રા વિ.મોટી સંખ્યા માં આગેવાનો ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ભુપતભાઈ સાવલિયાએ તથા કાર્યક્રમનું સુંદર સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું.