Gujarat News: ગુજરાતમાં નામ માત્રની દારુબંધી છે એ હવે આખું રાજ્ય જાણે છે. ત્યારે હાલમાં જ અમરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. ખાંભાના ડેડાણ ગામમાં વર્ષોથી દારૂના વેચાણ સામે જગૃત ગામલોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
પરંતુ એમાં કોઈ જ ફરક નથી પડ્યો અને ફરીથી ગામમાં કાળા બોર્ડ પર દારૂનો વેપાર કરનાર લોકોના નામ લખીને સરનામા સાથે જાહેરમાં મુકાયા હતા. જો આ કાળા બોર્ડની વાત કરીએ તો બોર્ડ પર 10થી વધુ દારૂના વેપારીઓના નામ છે. આ બોર્ડનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ ફરી રહ્યો છે.
જે બાદ પોલીસે તપાસ કર્યાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. જો કે આ પહેલીવાર નથી પરંતુ આ પહેલા પણ ડેડાણ ગામમાં દારૂ વેચાઇ છે તેવા બોર્ડ લગાવાવમાં આવ્યા હતા. આ કાળો બોર્ડ પર જાગૃત નાગરિકનો વિરોધ દેખાઇ રહ્યા છે. આ બોર્ડ પર 27-8-23 એટલે ગઇકાલની તારીખ છે. જેમાં લખાયેલુ છે કે, ડેડાણ ગામમાં દારૂની રેલમછેલમ. પોલીસ મહેરબાન..
રક્ષાબંધનના 2 દિવસ મહિલાઓને બસમાં એકપણ રૂપિયો ટિકિટ નહીં આપવાની, આ સરકારે બહેનેનો આપી મોટી રાહત
કાગડોળે વરસાદની રાહ જોતા ગુજરાતીઓને અંબાલાલે જલસો કરાવી દીધો, જાણી લો ક્યારે મેઘરાજા ધબધબાટી બોલાવશે
પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ તો એવું પણ કહે છે કે ગામના સ્થાનિક લોકો દારૂને કારણે ઘણાં જ કંટાળી ગયા છે. જોકે, આ અંગે હજી પોલીસ દ્વારા કોઇ જ કામગીરી થઇ નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે. જેના કારણે બે દિવલ પહેલા પણ આવા બોર્ડ સ્થાનિકોએ લગાવ્યા હતા અને ફરીથી આ બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોઈ કાર્યવાહી થશે કે પછી આમ જ તાગડધિન્ના ચાલતા રહેશે??