અમરેલી પંથકના એક સાથે 50 પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામા આવી છે. આ પાછળનુ કારણ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત કેટલાક કર્મીઓ વિરુદ્ધથી રહેલા આક્ષેપો અને વિભાગીય કામગીરીમાં લચર કામગીરી, અરજદારના પણ આક્ષેપોના કારણે પોલીસ બેડામાં આ પગલુ લેવામા આવ્યુ છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે આ તમામ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એક સાથે આટલા પોલીસ કર્મચારીઓની બદલી થતા સમગ્ર જિલ્લામા સોપો પડી ગયો છે.