મૌલિક દોશી ( અમરેલી): જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ ખાંભા, ધારી અને બગસરાનો સંગઠનાત્મક પ્રવાસ કર્યોસેવા હી સંગઠનના મંત્ર સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી પર લોકોનો ભરોસો વધુને વધુ મજબૂત બન્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકાર અને ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે અને રાજ્યના નાગરિકોને તેનો વધુને વધુ લાભ મળે, સંગઠન સાથે વધુને વધુ લોકો કઈ રીતે જોડાઈ શકે એ માટે અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા દરેક મંડળનો પ્રવાસ કરશે.
પ્રવાસ અંતર્ગત આજરોજ પ્રમુખ ખાંભા, ધારી, બગસરા તાલુકો અને બગસરા શહેર મંડળના સંગઠનના લોકો સાથે બેઠક કરીને વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. ખાંભા ખાતેની બેઠકમાં જામકાના સરપંચ દડુભાઈ પરમાર, આહિર સમાજ આગેવાન જીકારભાઈ વાઘ, દેહુરભાઈ વણઝર, કુંભાભાઈ વણઝર, દુલાભાઈ વણઝર, શિવાભાઈ વાઘ, દેવાતભાઈ વાઘ અને દલિત સમાજ આગેવાન બચુભાઈ પરમારે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વિવિધ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ સંગઠનના આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. સાથે મંડળના સંગઠનના હોદેદારો સાથે ગોષ્ઠી કરી હતી અને ભાજપના સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવાની હાંકલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, આજરોજ જિલ્લાના પદાધિકારી, આગેવાનો અને મંડળના હોદેદારોને સાથે રાખીને ખાંભા, ધારી, બગસરા શહેર અને બગસરા તાલુકા મંડળનો પ્રવાસ કર્યો હતો. ભાજપ એ એવો રાજકીય પક્ષ છે જે સેવાના સંકલ્પ સાથે કામ કરે છે. દરેક મંડળમાં ઉત્સાહભર્યુ વાતાવરણ છે.આ તકે ખાંભા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી હિરેનભાઈ હીરપરા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડીયા, જિ. પ. સિંચાઇ સમિતિ ચેરમેન કાળુભાઈ ફિંડોલિયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ભાજપ અગ્રણી કોકિલાબેન કાકડીયા, અરવિંદ ચાવડા, ધર્મેન્દ્રભાઈ ગૌસ્વામી, દિલીપભાઈ જોશી, શુકલભાઈ બલદાણીયા, ધારી ખાતે ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, જિ. પ. ઉપાધ્યક્ષ ભુપતભાઈ વાળા, તા. પ. પ્રમુખ જયશ્રીબેન કાનાણી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મધુબેન જોશી, જિ. પ. સદસ્ય અશ્વિનભાઈ કુંજડિયા, કમળાબેન ભુવા, ભાજપ અગ્રણી હીનાબેન રાવલ, રાજુભાઈ ધાનાણી, પરેશભાઈ પટ્ટણી અને બગસરા ખાતે તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસિયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ભાજપ અગ્રણી નરેન્દ્રભાઇ પરવડિયા, ધીરુભાઈ માયાણી, ધીરુભાઈ દેવમુરારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા