મૌલિક દોશી, અમરેલી: બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તથા વિભાગીય પોલીસ અધિકારી એસ.કે ત્રીવેદી એ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેને લઈ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગનેશ ગામ એ મોટા રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ હોય જ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ખાણીપીણી અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આડ માં કેટલાક શખ્સો જાલી નોટ બજારમાં ફરતી કરવાની ફીરાકમાં હોવાની ચોક્કસ બાતમી મળતા રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ-એસ.ડી રાણા તથા રાણપુર પોલીસ સ્ટાફના ASI આઈ.જી.મોરી,અનિરૂધ્ધસિંહ ચુડાસમા,નરેન્દ્રસિંહ સોલંકી,નરેન્દ્રસિંહ ઝાલા,જગદીશભાઈ ધુડાભાઈ સહીત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખાનગીમાં બાતમી મળેલ કે નાગનેશ ગામ એ ચાલી રહેલા પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા મહોત્સવના મેદાનમાં ખાણીપીણીના સ્ટોલની આજુબાજુમાં બે ઈસમો આશરે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના છે.
આ બંને ઈસમો ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો લઈને વટાવવા માટે ફરે છે તુરંત જ પોલીસ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતાં બાતમી વારા પહેરેલા કપડાવાળા બંને શખ્સો ને પોલીસે ઝડપી પાડયા હતા જેમાં પ્રથમ શખ્સ નું નામ અજયભાઈ રમેશભાઈ ચારોલા ઉમર-૨૫ રહે.ભગુપુર તાલુકો-ચુડા જિલ્લો-સુરેન્દ્રનગર તેમજ બીજા નું નામ પુછતા પોતાનું નામ જયેશભાઈ રમેશભાઈ ખેરાળીયા ઉમર-૨૧ રહે.
ભગુપુર તાલુકો-ચુડા જિલ્લો-સુરેન્દ્રનગર હોવાનું જણાવેલ છે જેથી બંને ઈસમોની પોલીસે ધરપકડ કરતા કુલ રૂપિયા ૫૦૦ ના દરની ૯ નોટો તથા રૂપિયા ૧૦૦ ના દરની ૨ નોટો ભારતીય ચલણની એક સરખા સીરીયલ નંબરની બંને ઇસમોને આ ભારતીય ચલણની બનાવટી નોટો ક્યા બનાવી અને ક્યાથી લાવેલ કોને આપવા જતા હતા તે બાબતે પુછપરછ કરતા બંને શખ્સો એ જણાવેલ કે આ નકલી નોટો તેઓના મિત્ર હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ ગોવિંદીયા રહે.ભગુપુર તાલુકો-ચુડા વાળા પાસે વટાવવા માટે કમિશન ઉપર આપેલ હતી.
જાલીનોટ વટાવવા રૂ.૫૦૦ માં રૂ.૧૦૦ અને રૂ.૧૦૦ ની નોટમાં રૂ.૨૦ નું કમિશન મળતુ હતુ.એવું જણાવતા મુખ્ય આરોપી હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ ગોવિદીયા ભગુપુર તાલુકો-ચુડા વાળો જે જગ્યાએ બેઠેલ હતો તે જગ્યાએ તપાસ કરતાં તે શખ્સ ત્યા હાજર નહી મળી આવતા પોલીસે આ ઝડપાયેલા બંને શખ્સ ને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી એસ.બી.આઇ.બેન્કના તથા એફ.એસ.એલ.અધિકારી ભાવનગર એ આ તમામ બનાવટી નોટો જોઈ બતાવતા તેમના પ્રાથમિક અભિપ્રાય મુજબ એક સરખા સીરીયલ નંબર ની સિક્યુરિટી થ્રેડ તથા વોટરમાર્ક વગરની હોવાનો અભિપ્રાય આપી નોટો ભારતીય ચલણની નકલી નોટો હોવાનું જણાવેલ હોય.
પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ ગોવિંદીયા રહે.ભગુપુર તાલુકો-ચુડા ના રહેણાંકી મકાન ભગુપુર ખાતેથી ઝડતી તપાસ કરતાં મુખ્ય આરોપી ઘરે હાજર મળી આવતાં પોલીસે આ શખ્સને ઝડપી લઈ ઘરની ઝડતી કરતા એક કાળા કલર નુ EPSON કંપનીનું કલર પ્રિન્ટર મશીન મળી આવેલ જેની પાસેથી આ બનાવટી નોટો છાપવાના પેપર તથા રૂપિયા ૫૦૦ ની ૫ નોટ તથા ૧૦૦ ની ૧ નોટ તથા અર્ધ કટીંગ પેપરમાં પ્રીન્ટ કરેલી રૂ.૧૦૦ ની ૨ નોટ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન-૧ મળી આવતા પોલીસે ૩ શખ્સો ની ઘરપકડ કરી.
૩ શખ્સો સામે આઈ.પી.સી.૪૮૯ બી,૪૮૯ સી,૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી.પી.આઈ-એ.બી.દેવધા ચલાવી રહ્યા છે.જ્યારે આ કામગીરીમાં રાણપુર પોલીસ તથા બોટાદ જીલ્લા એસ.ઓ.જી.સ્ટાફના માણસો જોડાયા હતા…
આરોપીના નામ
(૧)અજયભાઈ રમેશભાઈ ચારોલા ઉ.વ.૨૫ રહે.ભગુપુર તા.ચુડા જિલ્લો.સુરેન્દ્રનગર
(૨)જયેશભાઈ રમેશભાઈ ખેરાળીયા ઉ.વ.૨૧ રહે.ભગુપુર તા.ચુડા જિલ્લો.સુરેન્દ્રનગર
(૩)હાર્દિકભાઈ ઘનશ્યામભાઈ ગોવિંદીયા ઉ.વ.૨૧ રહે.ભગુપુર તા.ચુડા જિલ્લો.સુરેન્દ્રનગર
ઝડપાયેલ મુદ્દામાલ
(૧)એક કાળા કલર નુ EPSON કંપની નુ કલર પ્રિન્ટર
(૨)ભારતીય દરની બનાવટી ચલણી નોટો ૫૦૦ ના દર ની કુલ ૧૫ નોટો
(૩)ભારતીય દરની બનાવટી ચલણી નોટો ૧૦૦ ના દર ની કુલ ૪ નોટો
(૪)ભારતીય દરની અસલ ચલણી નોટો ૫૦૦ ના દરની કુલ ૧ નોટ તથા રૂ.૧૦૦ ના દરની ૧ નોટ
(૫)મોબાઈલ નં-૩