મૌલિક દોશી (અમરેલી): અમરેલીના દેવળીયા ગામના મહિલા સરપંચએ દારૂની બદીને ડામવા માટે એક દ્રઢ નિર્ણય કર્યો. ગામમાં દારૂના વેપાર સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ બનાવીને પોલીસને સોંપવાનું નિર્ણય કર્યોદારૂના વેપલા સાથે જોડાયેલ ઈસમોની માહિતી આપનારને રૂ.500 ઇનામની પણ જાહેરાત કરી. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે તે જ્યાં દારૂ નહિ મળતો હોય. અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં દારૂનું દુષણ ફેલાયેલ હોવાથી ગામના મહિલા સરપંચએ આ બદીને દુર કરવા માટે જાણે એક સંકલ્પ કર્યો છે. મહિલા સરપંચ દ્વારા ગામમાં બેનર લગાવી દારૂનું વેચાણ કરનાર અને દારૂ પીનારાનું નામ આપવાની ગામના લોકોને અપીલ કરી છે અને ગ્રામ પંચાયત દ્વારા આવા લોકોનું નામ આપનાર વ્યક્તિઓનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને એને રૂપિયા 500 પુરસ્કાર પણ આપવામાં આવશે.
દારૂબંધીના દૂષણને ગામમાંથી જળમૂળથી ડામવા માટે અનોખો નિર્ધાર કરી મહિલા સરપંચે અન્ય ગ્રામ પંચાયત અને તેના સરપંચોને એક નવી રાહ ચીંધી છે. અમરેલી તાલુકાનું દેવળિયા ગામ એક નાનકડું ગામ છે. અહીં દારૂનું દુષણ વધતા મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતની બોડી આગળ આવી છે. ગામમાં જાહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ગામના દરેક સમાજના નાગરિકો ને વિનંતી કે દેવળિયા ગામ હદ વિસ્તારમાં કોઈપણ ઈસમ દારૂની ભઠ્ઠી કે વેચાણ કરતો હોય અથવા દારૂ પિયને ને દંગલ મચાવતો હોય તો અમોને જાણ કરવી અમો ઉચ્ચ પોલીસ ધિકારીઓની મદદથી દારૂની સંપૂર્ણ બદીને ડામવા તત્પર છીએ તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને રૂપિયા 500 સરપંચના ફંડમાંથી ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી દારૂની બદી સાથે જોડાયેલ લોકોના નામ પોલીસને અપાશે મહિલા સરપંચ દેવળીયા ભાવનાબેન નાથાલાલ સુખડિયાએ પોતાની યાદીમાં અને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું.