મૌલિક દોશી (અમરેલી)
અમરેલી ઓરોમાં ઇન્સ્ટિટયૂટમાં માતાજીની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્ર્મ અંતર્ગત મા સરસ્વતીની સ્તુતિ, કથકનૃત્ય, ગુંજ પલાણનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સ્વાતિ નવલક જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ. આ કાર્યક્ર્મ અંતર્ગત દિયા દોશી, દીવા કડછા, મૈત્રી રસપુત્રા એ બ્રહ્મા કથક નૃત્ય રજુ કર્યું હતું. તેમજ ગુજરાતી અસ્મિતા ઉપર પોરીયા પાયલ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્ર્મમાં ઘર મારે પરદેશીયા કથક નૃત્ય રજૂ કરવામાં આવ્યું. નાટક પ્રકાશ પાધડાળ, આરતીવાળા, કેતન જાની,કેયૂર મહેતા, નિમિષા સોલંકી, ભૂષણ જોશી, નિમેષ ઉપાધ્યાય, બેબી દીવા જેનું લેખક દિગ્દર્શન સ્વાતિ જોશીએ દ્વારા કરવામાં આવ્યું હતું કથક નૃત્યમાં કોરિયોગ્રાફી મીરા વ્યાસ દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પીજીવીસીએલનાં એંજિનિયરએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.