મૌલિક દોશી (અમરેલી): રાષ્ટ્રીય રાજપુત કરણી સેના યુવા સંગઠન દ્વારા ને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે . ત્યારે ઘારીમા પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવા સગઠનના યુવાનો દ્વારા ઘારીની પ્રાત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતુ અને આ આવેદનપત્રમા તાજેતરમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસ દ્વારા લગાડેલી ઘારાઓ પાછી ખેંચવા અને તાત્કાલિક અસરથી છોડી મુકવા માંગ કરવામાં આવી છે . તેમજ યુવરાજ સિંહ જાડેજા પર લગાડવામાં આવેલ બને ઘારાઓ રાજકીય અને પ્રશાસનિક કિન્નાખોરી નું જીવતું જાગતું ઉદાહરણ હોવાનુ આવેદનપત્ર મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજી તરફ યુવરાજ સિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ મીડિયાના માધ્યમથી ખુલ્લી પાડી છે અને લાખો યુવાનો ના ભવિષ્યને અંધકારમાં ડૂબતા બચાવેલ છે તે પણ આવેદનપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘારી પ્રાત અઘીકારીને અને વડીયા મામલતદાર કચેરી એ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના યુવા સંગઠન દ્વારા રોષભર આવેદનપત્ર આપ્યું હતું . આ આવેદનપત્ર મા મોટી સંખ્યામાં કરણીસેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આવતા દિવસોમા યુવરાજ સિંહ જાડેજાના સમર્થનમાં કરણી સેના વિવિધ સંગઠનો ઉગ્ર આંદોલન કરી શકે છે હાલ સમગ્ર વિસ્તારમાં સંગઠન મજબૂત કરાય રહ્યું