મૌલિક દોશી (અમરેલી) ગુજરાત ગેસ દ્વારા પોતાના ગ્રાહકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કમરતોડ વધારો ઝીંકી દેવાતા અમરેલી શહેરમાં રોષ જોવા મળ્યો હતો. રૂપિયા બે રૂપિયાનો નહીં પરંતુ યુનિટે સીધો 9 રૂપિયાનો વધારો ફટકારી દેવામાં આવ્યો છે. ગયાઓક્ટોબર-નવેમ્બરમાં માસની બિલીગ સાયકલમાં અમરેલી શહેરમાં જે પીએનજી ગેસનો ભાવ 1 યુનિટનો ટેક્સ સાથે 24 રૂપિયા આસપાસ હતો તે વધીને ફેબ્રુઆરીમાં 38 રૂપિયાની ઉપર થઈ જતા ગૃહિણી ઓનુ બજેટ ડામાડોળ થઇ ચૂક્યું છે.
દર બે મહિને આવતા પીએનજીના બિલમાં સીધો ભાવ વધારીને આવતા મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સૌથી સસ્તા પાઇડ નેચરલ ગેસ માટે શહેરમાં હજારો લોકોએ કનેક્શન લીધા હોય અને તેમાં આવો કમરતોડ વધારો આવતા બહુ ઝડપથી પીએનજીના ભાવ એલપીજી જેવા થાય તેવી પદ્ધતિથી કચાટ ફેલાયો છે. નવાઈની વાત તો એ છે કે આવો કમરતોડ ભાવ વધારો કરવા છતાં પણ ભાવ વધારાની કોઇ જાણ કરાઇ નથી અને સીધો ભાવ વધારો ઝીંકી દેવાતા બીલ આવી રહ્યા છે અને આ બિલ જોઈને સમગ્ર અમરેલી શહેરના પીએનજી ગ્રાહકો રોષે ભરાઈ રહ્યા છે.