મૌલિક દોશી
અમરેલી તાલુકાના મોણપુર ગામની એક સગીર વયની યુવતી પ્રેમી સાથે ગયા બાદ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી, જે અંગે ગામના સરપંચ અમે પ્રેમી સામે સગીરાના હત્યાની શંકા દર્શાવાઈ રહી છે. આ ઘટના અમરેલી તાલુકાના મોણપુર ગામે ગઇકાલે સવારે બની હતી જ્યાં 16 વર્ષની કિશોરીની લાસ દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી સગીરાની લાશ પોતાના પિતાના ઘરમાં મળી આવી હતી.
સગીરાના પિતાએ જણાવ્યા પ્રમાણે પ્રેમી માત્ર ટાઇમપાસ જ કરતો હતો આ અંગે સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રીને ગામના યુવક સાથે પ્રેમ હતો પરંતુ તે જ્ઞાતિનો હોવાથી તેની પુત્રી સાથે માત્ર પ્રેમના નામે સમય પસાર કરતો હતો. અને અપનાવવા માગતો ન હતો ત્યારબાદ યુવતીએ પોતાના ઘરે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.