મૌલિક દોશી (અમરેલી): શહેરીજનોનાં હિતમાં વેરાવધારો પરત કરવા માંગ અમરેલી , તા .૧૮ હાલમાં અમરેલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે આજે અમરેલી શહેરની હાલત અત્યંત કફોડી બની ગઈ છે અમરેલી શહેરની જાહેર જનતા પોતાના પરસેવાની કમાણીના રૂપીયા વેરા સ્વરૂપે અમરેલી નગરપાલિકાને ચુકવે છે પરીણામે સુવિધાના નામે અમરેલીની જનતાને માત્રને માત્ર આશ્વાસન મળે છે અમરેલી શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં છે .
અમરેલી નગરપાલીકા દ્વારા થોડા જ દિવસો પહેલા અમરેલીની જનતાના કરવેરામાં વધારો કરી પાલીકા દ્વારા જનતાની આર્થિકતા તોડવાનું કાર્ય કરવામાં આવ્યું છે , અમરેલી શહેરમાં મધ્યમ અને ગરીબવર્ગ વધુ વસવાટ કરે છે , જે પોતાનું ગુજરાન ચલાવવા કાળી મજુરી કરીને જીવન જીવી રહીયા છે , અમરેલીના કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાં ઘરવેરા , પાણીવેરા , સફાઈકર , દિવાબતી કર વગેરેમાં ૧૦૦ % થી ૨૦૦ % સુધીનો વધારો કર્યો છે , તેમજ જે પછાત વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધા પણ પુરતી નથી છતા પણ વેરા વસુલ કરવામાં આવે છે , અને નાગરીકો ભરે જ છે , છતા પણ આવા વિસ્તારના લોકોને વેરો વધારો સહન કરવાનો વારો આવ્યો છે .
અમરેલી નગરપાલિકાએ વેરો વધારો કરેલ તેની વિગત વેરાની વિગત રહેણાંક બિન રહેણાંક જુનો વેરો નવો વેરો જુનો વેરો નવો વેરો ૯ ૩૫ ૧૫૦ ૫૪૭ સફાઈ કર દિવાબતી કર પાણી કર ૫૦ ૧૦૦ ૧૦ ૧૦૦ goo ૧૨૦૦ ૧૦૦૦ ૧૫૦૦ છેલ્લા ૨ વર્ષથી કોરોનાની મહામારીમાં લોકો આર્થિક મંદીના મારથી હજી તો બહાર નિકળીયા નથી ત્યાં તો આ મોઘવારી ડામ આ અમરેલીની ભાજપ શાસિત નગરપાલીકાએ અમરેલીની જાહેર જનતાને આપ્યો છે . અમરેલીની મધ્યમ અને મજુર વર્ગી પ્રજા પાસેથી આટલા મોઘા વેરા વસુલવામાં ન આવે અને વેરો વધારો પાછો ખેંચવાની માંગ અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે .