નિરાધાર વૃધ્ધો માટે સારહી યુથ કલબ ઓફ અમરેલીનાં સ્થાપક મુકેશ સંઘાણી નિશુલ્ક વૃદ્ધાશ્રમ ની સ્થાપના કરશે . ગાવડકાખીજડીયા વચ્ચે મુકેશ સંઘાણી બનાવશે નિરાધારોનો આધાર જેમનું કોઇ નહીં હોય , માંદા હોય તેવા વડીલો માટે ૧૧ વીઘા જમીનમાં સારહી વૃધ્ધાશ્રમ ઉભો કરાશે.
નિરાધારોની અંતિમ શ્વાસ સુધી વિનામુલ્યે સેવા કરાશે. તડામાર તૈયારી ચાલતી હોવાનું જાણવા મળેલ છે . સંતાનોએ તરછોડી દીધા હોય આવકનું કોઇ સ્ત્રોત ન હોય તેવા નિરાધારવડીલો માટે ૧૯૯૧ માં સારહી યુથ કલબના સ્થાપના કરી અમરેલી માટે કોઇને કોઇ સેવાકીય કાર્યનો યજ્ઞ પ્રજ્વલીત રાખી પોતાની અલગ ઓળખ ઉભી કરનાર મુકેશ સંઘાણી દ્વારા અમરેલીનાં ગાવડકાખીજડીયાની વચ્ચે ૧૧ વીઘા જમીનમાં નિરાધારોના આધાર માટે કુદરતી નૈસર્ગીક વાતાવરણ , ઓર્ગેનીક ખેતી , ગાર્ડન સહિતની સુવિધાઓ સાથે તેમનું આયુષ્ય વધે અને બિમાર હોય તો સ્વસ્થ થાય તેવાનમુનેદાર વૃધ્ધાશ્રમનો પ્લાન તૈયાર કરાયો છે.
પ્રથમ તબક્કે અહીં ૫૦ વડીલોરહીશકે તેવુસેટઅપ તૈયાર કરાઇ રહયુ છે અને તે વધી પણ શકે છે. આધાર બની છે સારહી વૃધ્ધાશ્રમમાં ભગીરથ ત્રિવેદી અને પીન્ટુ કુરુદલે જણાવ્યું હતું કે છેલ્લે કોઇ આધાર ન રહે અને બિમારી પણ આવેતો તેવા વડીલો માટે સાચા અર્થમાં પોતાનું ઘર બની રહે તેવી સગવડતાઓ ઉભી કરવી આમા જેને પેન્શન આવતુ હોયકે આવકનોસ્ત્રોતહોયતેવા લોકોને નહી પણ ખરેખર જરૂરીયાતમંદો ને જ રખાશે આ આશ્રમ માટે ૧૫ મી એ માયાભાઈ આહીરના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે અને આ કાર્યમાં મદદરૂપ થવા માટે સેવાભાવી લોકોએ સારહી યુથ કલબનો સંપર્ક સાધવો .