રિપોર્ટર: મૌલિક દોશી (અમરેલી)
મહાશિવરાત્રીના દિવસે ઈશ્વરયા ગામ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની આગવી કાઠીયાવાડી ભાષણ શૈલીને કારણે મોટી લોકચાહના ધરાવનાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મહાશિવરાત્રીના દિવસે પોતાના ગામમાં યોજાયેલ લોકડાયરામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. રૂપાલની સાથે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા ગામના આગેવાનો પણ ગરબે ઘૂમ્યા હતા.
આ સમયે ગામના લોકો દ્વારા ગાયક કલાકારની સાથે નેતાઓ પર પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વતન ઈશ્વરયામાં મહાશિવરાત્રિની રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા તહેવારોમાં લોકો ગરબે ઘૂમતા હોય છે ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ગામના લોકો સાથે મન મૂકીને ગરબે ઘૂમીયા હતા રૂપાલા સાહેબની સાથે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી પણ ગરબે રમતા જોવા મળ્યા હતા. લોકડાયરામાં ઉપસ્થિત લોકો ગાયક કલાકાર પર રૂપિયાનો વરસાદ વરસાદની રહ્યા હતા ત્યારે નેતાઓ પણ ગરબે ઘૂમતા લોકોએ તેના પર પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો