મૌલિક દોશી (અમરેલી): અમરેલીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વિનામુલ્યે સેનેટરી પેડ તથા માસ્ક વિતરણ કરાયું. લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. જેને ભાગ રૂપે મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત અમરેલી શહેરની જૂદી જુદી ગર્લ્સ સ્કૂલ જેમ કે જી.જી.બેન ગર્લ્સ હાઇ સ્કૂલ, એમ. ટી. ગાંધી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, લીલાવતી ગર્લ્સ હાઇસ્કૂલ, મહિલા વિકાસ ગૃહ તથા શહેરના પછાત વિસ્તારોમાં જઈ અંદાજિત ૧૦૦૦૦ ઉપરાંત સેનેટરી નેપકિન (પેડ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
મહિલાઓના સ્વાસ્થ્ય ને લાગતી મુશ્કેલીઓ ના નિવારણ માટેની સમજણ જિલ્લા પ્રમુખ તથા ક્લબના સદસ્ય રેખા મોવલીયા તથા કલબની મહિલા ટિમ દ્વારા આપવામાં આવી હતી. મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત અમરેલી શહેરની જૂદી જુદી ગર્લ્સ સ્કૂલમાં સેનેટરી નેપકિન (પેડ)નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.