મૌલિક દોશી (અમરેલી)
અમરેલી પાલિકાની છ કરતાં પણ વધારે ટીમ વેરા ન ભરનાર પાસેથી વેરો વસૂલવા માટે કામગીરીમાં જોડાઇ છે. વર્ષોથી વેરો નહીં ભરનારા સામે હવે અમરેલી પાલિકાએ કડક કાર્યવાહી કરી અને લાલ આંખ કરી છે. અમરેલી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાની સૂચનાથી વેરા અધિકારી દિલીપભાઈ વઘાસિયા, ભરતભાઈ, કિશોરભાઈ રામાણી, જેન્તીભાઈ સોજીત્રાની વગેરે ટીમ વેરા વસૂલાત માટે નીકળી હતી અમરેલી હરી રોડ પર સ્ટાર કોમ્પ્લેકસમાં દાદુભાઇ નામના મિલકત ધારક નો 1.25 લાખનો વેરો બાકી હતો જેના કારણે વેરા શાખાએ તેની એકી સાથે 6 દુકાનો સીલ કરવાની ફરજ પડી હતી.
ઉપરાંત ચાલુ વર્ષેમાં ૧૮ હજાર જેટલા મિલકત ધારકોને 5.67 કરોડનો વેરો ભર્યો જ નથી તેમજ છેલ્લા બે વર્ષમાં પાલિકાએ 12. 67 કોરોડોનું વેરા પેટે લેણું બાકી છે, હવે અમરેલીમાં વેરો ન ભરનાર સામે પાલિકા કડક કાર્યવાહી કરી રહી છે. અમરેલીમાં 43,000 મિલકતો આવેલી છે વર્ષ 2021-22ના વર્ષમાં અઢાર હજાર જેટલી મિલકતો 5.67 કરોડનો વેરો બાકી છે, તો વર્ષ 2020-21માં 6.60 કરોડનો વેરો બાકી છે અમરેલી પાલિકા પર છેલ્લા બે વર્ષમાં 12.67 કરોડ વેરા પેટે લેણું બાકી છે આ ઉપરાંત જુદી-જુદી ટીમો દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અમરેલીમાં વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે પાલિકા હવે આકરા પાણીએ. શહેરના હરી રોડ પર સ્ટાર કોમ્પ્લેકસમાં વેરો નહીં ભરનારા મિલકત ધારકની એકી સાથે 6 દુકાનો સીલ કરાઇ હતી.
પાલિકાએ મિલકત સીલ કરવા અંગેનો નિર્ણય હેતા 40 મિલકત ધારકોએ 2.50 લાખ જેટલી રકમ સ્થળ પર જ બરી દીધી હતી પાલિકા હવે વેરો નહીં ભરનારા મિલકત ધારકો સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહીના એંધાણ આપી દીધા હતા..