અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એકી સાથે 50 પોલીસ કર્મીઓની તેમજ એક પી.એસ.આઈ.ની એસપીએ બદલી કરી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એકીસાથે 50 જેટલા પોલીસ કર્મચારીની તેમજ એક પીએસઆઈની બદલી કરવામાં આવી છે. એસપી નિર્લિપ્ત રાય દ્વારા આ તમામ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. જેને લઇને અમરેલી પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અલગ-અલગ હેડકોટર અને જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનમાં આ તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી. બી. લક્કડની પણ બદલી કરી દેવામાં આવી.
કેટલાક પોલીસ કર્મચારીઓ પર અલગ-અલગ આક્ષેપો હોવાની પણ માહિતી મળી રહી છે. તેમજ કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાની પણ અમરેલી એસ.પી ને માહિતી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ અન્ય પોલીસ સ્ટેશન અને હેડ ક્વાર્ટર માથી પોલીસ કર્મચારીઓની ફરીથી નિમણૂક કરી દેવામાં આવી છે. એટલે હાલ તો તાલુકા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને બાદ કરતાં તમામ કર્મચારીઓ બદલાઈ ગયા છે. પોલીસ કર્મચારીઓની એકીસાથે એકજ પોલીસ સ્ટેશનમાંથી 50 ની બદલી કરી દેવાના મામલે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે આ પોલીસ કર્મીઓ ઉપર એલિગેશન હોવાને કારણે બદલી કરી દેવામાં આવી છે