મૌલિક દોશી (અમરેલી)
આગામી ૨૬ ફેબ્રુઆરીના મુખ્યમંત્રી અમરેલી ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. આગામી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી ખાતેથી ૨૬ ફેબ્રુઆરીના રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવનાર છે. ગરીબ કલ્યાણ મેળાના સુચારુ આયોજન તેમજ અત્યાર સુધીમાં જિલ્લાના આધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી કે. એસ. ડાભી, જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતી, પંચાયત, માર્ગ અને મકાન, પોલીસ, ઉદ્યોગ જેવા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ સામેલ થયા હતા
બેઠકમાં કાર્યક્રમ સ્થળનો સમગ્ર પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો અને જે તે પ્રાંતને કલર કોડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા માટેની તૈયારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર આર. વી. વાળાએ સબંધિત અધિકારીઓને મેળામાં વિતરણ થનાર કીટોની ચકાસણી કરી રિપોર્ટ કરવા કરવા તાકિદ કરી હતી.