મૌલિક દોશી, અમરેલી: અમરેલી ગીરના જંગલોમાં સિંહ દ્વારા પશુનું મારણ ખુબ જ સામાન્ય બાબત છે પરંતુ હવે અમરેલી જિલ્લાના રેવેન્યુ પંથકોમાં સિંહોનો દબદબો જોવા મળી રહ્યો છે. સિંહો જંગલ કરતા રેવેન્યુ વિસ્તારમાં વધુ પડ્યા પાથર્યા રહેતા હોય છે. અનેક વખત સિંહ ગામમાં લટાર મારતા હોય તે પ્રકારના વિડિયો વાઈરલ થતાં હોય છે.
ઘણી વખત સિંહોની પજવણીના વિડીયો પણ વાઇરલ થતા હોય છે તો ક્યારેક સિંહો મારણ કરતા હોય તે પ્રકારના વિડીયો જોવા મળી રહેતા હોય છે. અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં આવો જ એક વિડિઓ સામે આવ્યો છે. સાવરકુંડલા વિસ્તારના આદસંગ રેવેન્યુ વિસ્તારમાં બે સિંહોએ ધામાં નાખ્યા છે.
આ સિંહોએ 1 પશુનો શિકાર કરીને મિજબાની માણતાં સિંહને અન્ય એક સિંહ આવી જતા શિકાર પર મિજવાની માણતા સિંહે હુંકાર કરીને અન્ય શિકાર ખાવા આવેલા સિંહને ડરવવાનો પ્રયાસ કરતો હોય તેવો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં સિંહોના વિડીયો રોજબરોજ વાયરલ થઈ રહ્યા હોય ત્યારે મિજબાની માણતા સિંહનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઇ રહ્યો છે.