મૌલિક દોશી (અમરેલી)
અમરેલીના હઠીલા હનુમાન મંદિરથી બટારવડી તરફ જવાના માર્ગ તરફ વારંવાર ગટરના પાણી ઉભરાઈને માર્ગો પર ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, સ્થાનિક રહીશોને નાછૂટકે ગંદા પાણી માંથી અવરજવર કરવું પડે છે. આ મામલે ઘણીવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડે કાન કરી રહ્યું હોય તેમ કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
ગટરના ગંદા પાણી રસ્તા પર ઉતરી જવાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશો અને વાહનચાલકોને ગટરના ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડી છે. અનેક વખત રજૂઆત બાદ પણ ગટરની યોગ્ય સફાઈ કામગીરી કરાતી ના હોવાથી સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. બટારવાડી તેમજ આસપાસના વિસ્તારના લોકોને આવા દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે આ પાણી ઉભરાઈ આખો દિવસ દુર્ગંધ મારતા હોવાથી અહીંના લોકો પરેશાની ભોગવી રહ્યા છે ગટરના દૂષિત જમા થયેલા પાણીને કારણે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ત્યારે કોઈ રોગચાળો ફેલાવાની પણ સ્થાનિક રહીશોને સતત ચિંતા થયા કરે છે આ વિસ્તારમાં તાકીદે ગટરોની યોગ્ય અને વ્યવસ્થિત અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
બટારવાડી વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી ઊભરાવવાની સમસ્યાથી રહીશો મુશ્કેલી અને પરેશાની વેઠી રહ્યા છે. અવારનવાર અહીં માર્ગો પર ગટર ઉભરાય છે અને અતિ દુર્ગંધ મારતું પાણી માર્ગ પર વહી જાય છે અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા અહીં ગટરની કોઇ સફાઇ કામગીરી કરાતી નથી.