હવે 30 દિવસો સુધી આ કામ ભૂલથી પણ ન કરતાં, બધા દેવી દેવતાઓ થઈ જશે નારાજ, ધનોત પનોત નીકળી જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
2 Min Read
Share this Article

Ashwin Month 2023 Kab se Shuru : અશ્વિન મહિનો એ હિન્દુ કેલેન્ડરનો ૭ મો મહિનો છે. પિતૃપક્ષ અને શારદીય નવરાત્રી આ મહિનામાં આવે છે. આ બંનેના કારણે આ મહિનો ખૂબ જ મહત્વનો છે. અશ્વિન મહિનાની (Ashwin month) શરૂઆત પિતૃપક્ષથી થાય છે, અને પછી શારદીય નવરાત્રી વચ્ચે આવે છે, ત્યારબાદ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ અશ્વિન મહિનો શરદ પૂર્ણિમા સાથે સમાપ્ત થાય છે. આ મહિનાથી શિયાળાની ઋતુ શરૂ થાય છે. તેથી જ તેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. સાથે જ ધાર્મિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો દેવી-દેવતાઓ અને પિતૃઓની નારાજગી જીવનમાં અનેક સંકટો લાવે છે.

 

અશ્વિન મહિનો આ તારીખથી શરૂ થશે

અશ્વિન મહિનાની શરૂઆત ભાદ્રપદ પૂર્ણિમા પછી થાય છે. આ વર્ષે અશ્વિન મહિનો 30 સપ્ટેમ્બર 2023, શનિવારથી શરૂ થઈ રહ્યો છે અને 28 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. અશ્વિન મહિનાની શરૂઆતના એક દિવસ પહેલા જ પિતૃ પક્ષની શરૂઆત થાય છે. અશ્વિન મહિનાના પ્રથમ દિવસે પિતૃપક્ષના બીજા દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે.

અશ્વિન મહિનામાં આ નિયમોનું પાલન કરો

અશ્વિન મહિનામાં દૂધ, રીંગણ, મૂળા, અડદની દાળ, ચણા વગેરેનું સેવન ન કરવું જોઈએ. અશ્વિન મહિનામાં આ વસ્તુઓના સેવન પર પ્રતિબંધ છે.અશ્વિન મહિનામાં નોનવેજ, આલ્કોહોલ, લસણ, ડુંગળી જેવી તમસીક વસ્તુઓનું સેવન ન કરવું. નહીં તો પિતૃ ક્રોધિત થશે અને માતા દુર્ગાના પ્રકોપનો સામનો પણ કરવો પડશે.

 

 

પરિણીતી બાદ કંગના રનૌત આ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, આ એક્ટરના ખુલાસા બાદ ચારેકોર ચર્ચા જામી

ભારત આવ્યા ત્યારે કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ડ્રગ્સ હતું? પૂર્વ ભારતીય રાજદ્વારીનો સનસનીખેજ દાવો

ઓફિસ અને ઘરમાં આ વસ્તુઓથી મહિલાઓને આવી શકે હાર્ટ એટેક, હાલ જ બહાર ફેંકી દો, જેથી ભોગવવું ન પડે

 

અશ્વિન મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરો.અશ્વિન મહિનામાં કોઈને નફરત ન કરો. કોઈને ગાળો ન આપો, કોઈને  ના છેતરો. આ મહિનામાં દાન-પુણ્ય કરવું. તેના વગર પૂજાને પૂર્ણ ફળ મળતું નથી.

 

 


Share this Article