Ram Mandir News: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમયે દરેકની નજર ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા પર છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અન્ય જગ્યાઓએ પણ રામ મંદિરો આવેલા છે? આ દરેક મંદિરનો પોતાનો આગવો ઇતિહાસ અને મહત્વ છે. તો ચાલો આજે તમને જણાવીએ ભારતમાં આવેલા ખાસ રામ મંદિરો વિશે.
રામપ્પા મંદિર, તેલંગાણા
મુખ્યત્વે શિવ મંદિર હોવા છતાં તેલંગાણાના પાલમપેટમાં આવેલું રામપ્પા મંદિર ભગવાન રામને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને કાકતીય વંશ સાથેનું કનેકશન તેને ઇતિહાસ પ્રેમીઓ અને રામ ભક્તો માટે ખાસ સ્થળ બનાવે છે.
રામનગર કિલા મંદિર, વારાણસી
વારાણસી ભારતની આધ્યાત્મિક નગરી છે. અહીં રામનગર કિલા મંદિર આવેલું છે. 18મી સદીમાં બનારસના મહારાજા દ્વારા આ મંદિર બાંધવામાં આવેલું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં રામ ભક્તો આવે છે. સાથે જ ગંગા કિનારે બેસીને જીવનમાં આધ્યાત્મિક શાંતિ મેળવે છે.
રામ મંદિર, ઓરછા, મધ્ય પ્રદેશ
ઐતિહાસિક શહેર ઓરછામાં સ્થિત રામ મંદિર ભવ્ય સ્થાપત્ય કલા અને કોતરણીનું ઉદાહરણ છે. બુંદેલા રાજપૂતોના શાસનકાળ દરમિયાન 16મી સદીમાં આ મંદિર બંધાયેલું છે. ઓરછામાં આવેલા રામ મંદિરમાં દૂર-દૂર ભક્તો દર્શન માટે આવે છે. આ મંદિરનું અનોખું આકર્ષણ લોકોને અહીં સુધી લાવે છે.
રામતીર્થમ, આંધ્ર પ્રદેશ
આંધ પ્રદેશના વિજયનગર નજીક ભગવાન રામનું પ્રાચીન મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે, 17મી સદીમાં મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીંની વિશેષતા જોઇએ રામ ભક્ત એક સમય માટે દંગ રહી જાય છે.