17 જાન્યુઆરીથી આ 3 રાશિઓના ભાગ્ય ખુલી જશે, શનિદેવની રહેશે વિશેષ કૃપા

Lok Patrika Desk
By Lok Patrika Desk
3 Min Read
Share this Article

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. 17 જાન્યુઆરીના રોજ શનિદેવ પોતાના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરશે જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ છે જેના માટે આ સમયે ધનલાભ અને પ્રગતિની શક્યતાઓ બની રહી છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે…

બનાસકાંઠા ભક્તિના રંગે રંગાયુ, સાંજે 50 હજારથી વધુ લોકોએ સામુહિક હનુમાન ચાલીસા કરી, ઈડરમા વર્ષોની પરંપરા મુજબ દેવ ચકલીની કરાઈ પૂજા

લગ્નનુ પ્લાનિંગ કરતા લોકો માટે મોટા સમાચાર, લગ્નની લઘુત્તમ ઉંમર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

સોશિયલ મીડિયાનો પ્રેમ અમદાવાદની યુવતીને ભારે પડ્યો, સુહાગરાત મનાવી દુલ્હનને છોડીને ભાગી ગયો વરરાજા, આપતો ગયો મોટી ધમકી

કુંભ:

કુંભ રાશિમાં શનિનું સંક્રમણ મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ ધનના ઘર પર સ્થિત છે. એટલા માટે તમને આકસ્મિક ધન મળશે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી લાભ સ્થાને ભ્રમણ કરશે જેના કારણે તમારી આવકમાં વધારો થશે. શનિ લાભ સ્થાને કારક છે. એટલા માટે બિઝનેસમાં સારો ફાયદો થશે. એટલે જે લોકો લોખંડ, ગેસ એજન્સી, પેટ્રોલિયમ, સિમેન્ટનો ધંધો કરે છે તેમને વિશેષ લાભ મળી શકે છે. જેમનો બિઝનેસ વિદેશમાં જોડાયેલો છે તેમના માટે આ સમય શાનદાર બની શકે છે. પણ રાહુ ગ્રહ તમને થોડો ટેન્શન આપી શકે છે. પરંતુ એપ્રિલમાં ગુરુ ગ્રહનું સંક્રમણ થતાં જ તમને તણાવમાંથી રાહત મળશે.

વૃષભ:

શનિનું રાશિ બદલવુ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિનો સ્વામી શુક્ર તમારા ભાગ્ય સ્થાનમાં બેઠો છે. એટલા માટે શુક્ર તમને ધનલાભ કરાવશે. આ સાથે ભાગ્ય પણ તમારો સાથ આપશે. એ જ શનિદેવ તમારી ગોચર કુંડળીમાં શશ નામનો રાજયોગ બનાવીને બિરાજમાન છે જેથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને નોકરી મળી શકે. આ સાથે જ દેવ ગુરુ પણ લાભ સ્થાને બિરાજમાન છે. તેથી તમારે જે પણ કામ કરવું હોય તે 22 એપ્રિલ સુધી કરી લો. આ સમયે તમને રોકાણથી ફાયદો થશે.

ધન:

શનિનું સંક્રમણ થતાં જ ધન રાશિના લોકોને દુખોથી મુક્તિ મળશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે. બીજી તરફ  ધનુ રાશિના સ્વામી દેવગુરુ ગુરુ તમારી સંક્રમણ કુંડળીમાં સુખ અને સાધનાના ભાવમાં બિરાજમાન છે. એટલા માટે 22 એપ્રિલ પહેલા પ્રોપર્ટી કે વાહન ખરીદવાની તક મળશે. તેમજ જે લોકો ચૂંટણી લડવા માગે છે તેઓ પણ ચૂંટણી લડી શકે છે કારણ કે કુંડળીમાં હંસ નામનો રાજયોગ રહેશે.

બીજી તરફ ધન અને શક્તિના સ્વામી શનિદેવ ત્રીજા ઘરમાં બિરાજશે. અહીં તમારી હિંમત અને શક્તિ વધશે. વિદેશથી ધન પ્રાપ્ત થશે. સખત મહેનત નસીબ લાવશે. આ સાથે તમને ભાઈ-બહેનનો સહયોગ મળશે. બીજી તરફ જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માગે છે, તેમની તકો આ સમયગાળા દરમિયાન બની શકે છે.


Share this Article
TAGGED: