જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળી જોયા વિના જ આંખોની બનાવટ પરથી જાણ થઇ જાય છે કે, વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે. તેમાં શું વિશેષતાઓ રહેલી છે અને તે વ્યક્તિ ક્યા ક્ષેત્રમાં સફળ થઇ શકે છે? આજે એવી જ એક રાશિની આંખો વિશે જણાવીશું જે રાશિનું નામ છે મિથુન.
સ્વામી હોય છે બુધ ગ્રહ
મિથુન રાશિના સ્વામી બુધ છે. બુધ ગ્રહને સૌમ્ય અને કોમળ કહેવામાં આવ્યો છે. ભાવ વ્યક્ત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની આંખો હોય છે. બુધ ગ્રહના સ્વભાવ અનુસાર જ મિથુન રાશિના લોકોની આંખોમાં પણ કોમળતા અને દયાભાવ જોવા મળે છે. આંખોના ભાવની સાથે-સાથે પોતાની વાણીથી સામેવાળી વ્યક્તિને આકર્ષિત કરવામાં જરા પણ વાર નથી લાગતી.
કેવો હોય છે સ્વભાવ?
બુધ પ્રધાન વ્યક્તિના ભાવના માધ્યમથી બીજાને મનાવવાનું કામ કરે છે. આવા લોકોને પાસે પોતાની વાત મનાવવા માટે અલગ આવડત હોય છે. આ લોકોને જ્યાં એવું લાગે કે, વાત બગડવા જઇ રહી છે ત્યાં તરત જ પીછેહઠ કરીને પોતાનો બચાવ કરવામાં નિપુણ હોય છે. આવા લોકો કોઇ કાર્યમાં અટવાઇ જાય તો તરત જ રડવા માંડે છે. જેના લીધે સામેવાળો વ્યક્તિ માફ કરવા મજબૂર બની જાય છે.
રિલેશનશિપ માટે વાર નથી લાગતી
મિથુન રાશિવાળા લોકોની આંખોનું આકર્ષણ એટલું વધારે હોય છે કે, સામેવાળા વ્યક્તિની સાથે ઇશારામાં જ વાત કરી લે છે. ઑફિસમાં આવા લોકોના ઘણા મિત્રો હોય છે. પરંતુ બીજાને ક્યારેય ખબર નહીં પડે કે, તે સાચો મિત્ર કોને માને છે. મિથુન રાશિના લોકો જલ્દી રિલેશનમાં બંધાય જાય છે. લોકો તેની આંખોનો ભાવ જોઇને દીલ આપવા મજબૂર બની જાય છે.