Astrology News: લોકો પ્રાણીઓ અને પક્ષીઓને પાળવાનું પસંદ કરે છે. ઘણાં ઘરોમાં ખુશી અને પ્રેમનું કારણ એ ઘરમાં રહેલ પાલતુ પ્રાણી, પક્ષી હોય છે. ઘણા લોકો પાસે કૂતરા કે બિલાડીઓ પાલતુ પ્રાણી તરીકે હોય છે. એવી જ રીતે પોપટ પણ ઘણા ઘરોમાં જોવા મળે છે. લોકો તેને મીઠુ કહીને બોલાવતા હોય છે.
કેટલાક લોકો પોપટ રાખવાની બાબત શુભ ગણે છે, જ્યારે કેટલાક લોકો તેને અશુભ ગણે છે. ચાલો જાણીએ કે પોપટ પાળવો શુભ છે કે અશુભ અને વાસ્તુશાસ્ત્રનાં નીતિ નિયમ મુજબ તેનું પિંજરું ઘરે કઈ દિશામાં રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રના જાણકાર દિવ્યા છાબરાની સલાહ અનુસાર ઘરમાં પોપટ રાખવો શુભ હોવાનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશામાં પોપટ રાખવાથી બાળકોને તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. આ કારણે બાળકો એકાગ્રતાથી એકચિત્ત થઈને ભણવામાં ધ્યાન લગાવી શકે છે.
એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં પોપટ રાખવાથી બીમારીઓ દૂર રહે છે. એટલે કે ઘરમાં રાખેલો પાલતુ પોપટ ઘરને અનેક પ્રકારના રોગથી દૂર રાખે છે અને ઘરના સભ્યોને અલગ અલગ કેટલીય બીમારીઓથી બચાવે છે. ઉપરાંત, ઘરમાં પાલતુ પોપટ હોય તો ઘરનાં લોકો ઓછા દુ:ખી રહે છે.
જો તમારા ઘરમાં પોપટ અથવા પોપટનું ચિત્ર હોય તો તએ પોપટ કે પોપટનું ચિત્ર તમને તમારા ઘરમાં નક્ષત્રનાં કેટલાક ગ્રહોના પ્રભાવને કારણે આવતી પરેશાનીઓથી બચાવે છે. જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઘરમાં રાખેલ પાલતુ પોપટને ખુશ રાખવો પણ એટલો જ જરૂરી બની જાય છે કારણ કે ઘરમાં રહેતો પાલતુ પોપટ જો ગુસ્સામાં રહે છે તો તમારા ઘરમાં એના લીધે સમસ્યાઓ પણ એટલી જ આવી શકે છે. ઘરમાં પોપટ રાખવાથી પતિ-પત્નીના સંબંધો સુધરે છે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક અને આત્મીય રહે છે.
પાલતુ પોપટ પાળવું કેટલું શુભ કે અશુભ છે?
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પોપટ રાખવાનું બાધ્ય હોય કે વર્જ્ય હોય પરંતુ તેમ છતાંય જે તે વ્યક્તિ પોપટને પાલતુ પ્રાણી તરીકે રાખે છે તો તે અશુભ માનવામાં આવશે. એવી જ રીતે જો કોઈ પોપટ ઘરમાં પાલતુ પ્રાણી બનીને ખુશ ન રહેતો હોય તો એ પોપટ તેના માલિકને શ્રાપ પણ આપી શકે છે. આ કારણે પાલતુ પોપટથી ઘરમાં સમસ્યા ઉભી થઈ શકે છે. અલબત્ત પશુ-પક્ષીઓને પિંજરામાં બંધ રાખવા યોગ્ય નથી.
જો ઘરમાં વાદ-વિવાદ થાય છે, બોલાચાલી કે ઝઘડાઓ થાય છે તો એવા સમયે ઘરના સભ્યો દ્વારા જે ખરા ખોટા શબ્દો બોલવામાં આવે છે એ જ ખરા ખોટા શબ્દોને પકડીને પાલતુ પોપટ પોતે બોલીને સતત પુનરાવર્તિત કરી શકે છે, આવું થવાથી ઘરમાં એકાએક નકારાત્મક વસ્તુઓ પણ થાય છે. જે સમય જતાં ઘરનાં લોકોને પણ એવાં જ નકારાત્મક વિચારો કરવાની પ્રેરણા આપે છે.
આમ, ઘરમાં પાલતુ પોપટ રાખવો એટલું કંઈ ખોટું નથી પણ સાથે સાથે ઘરમાં પાલતુ પોપટ રાખવાનાં ફાયદાઓ અને ગેરફાયદાઓનું પણ લોકોએ ધ્યાન રાખવું જોઇએ. જેથી સમય સંજોગ બદલાય તો પણ પાલતુ પોપટને લીધે ઘરને ઘરનાં સભ્યોનો વાંધો ન આવે. બાકી તો લોકોના શોખ અને પસંદ સામે ઘણીવાર વાસ્તુશાસ્ત્રના નીતિ નિયમ મુજબ પોપટને એ રીતે રાખવામાં આવતો નથી અને આ જ કારણસર જનતા અજાણતા લોકોને નુકસાન ભોગવવું પડતું હોય છે.
જો સમયસર સમજવામાં ન આવે તો આ બાબત આગળ જઈને વરવું રૂપ ધારણ કરે છે અને ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ જોખમમાં મૂકી દે છે ત્યારે લોકોએ પાલતુ પોપટ રાખતા પહેલા પોતાના ઘરનું વાસ્તુશાસ્ત્ર શું કહે છે તે જોઈ લેવું જોઈએ.
જેથી કરીને લોકો જ્યારે પાલતુ પોપટ રાખવાનું મન બનાવે તો તેમને ઘરના વાસ્તુશાસ્ત્રની સ્થિતિ ખબર હોય અને આ કારણે ઘર કોઈ પણ જાતની મુશ્કેલીમાં પડે એ પહેલા ઘરને બચવું શકાય. પાણી પહેલા પાળ બાંધી લેવી બોવ જરૂરી હોય છે વાસ્તુશાસ્ત્રમાં, જેથી નજીકના ભવિષ્યમાં કંઈ પણ એવું તેવું નબળું ઘરને ભોગવવું ન પડે અને ઘર શાંતમય જીવનનું સહભાગી બની શકે.