ઓરિસ્સામાં આવેલા જગન્નાથ પુરીના જગન્નાથ મંદિર સાથે અનેક તર્કવિતર્ક જાેડાયેલા છે. કારણ કે, ત્યાં ઘણી એવી ઘટનાઓ બને છે જેના જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. આજ સુધી ઘણાં વૈજ્ઞાનિકો તેનો જવાબ શોધવા માટે મથી રહ્યા છે. જગન્નાથ મંદિરની ટોચે નીલ ચક્ર પર લગાવેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. આજ સુધી વિજ્ઞાન પણ આ ઘટનાનો કોયડો ઉકેલી શક્યું નથી. અનેક વૈજ્ઞાનિકોએ આ ઘટનાની તપાસ કરી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ અંગે કંઈ જાણી શકાયું નથી. આ ઉપરાંત જગન્નાથ મંદિર પરના ધ્વજને દરરોજ બદલવામમાં આવે છે. ૨૧૪ ફૂટ ઊંચાઈએ નીલ ચક્ર પર લાગેલા ધ્વજને બદલવવા કોઈ એક વ્યક્તિ દરરોજ તેટલું ઊંચે ચડે છે.
ગમે તેવી પરિસ્થિતિ હોય ધ્વજ દરરોજ બદલવામાં આવે છે અને આ દૃશ્ય જાેનારા વ્યક્તિ મંત્રમુગ્ધ બની જાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની મૂર્તિ લીમડાના ઝાડના લાકડાંમાંથી બનાવવામાં આવતી હોય છે. તેમ જ નિયમ પ્રમાણે દર ૧૨ વર્ષે નવી મૂર્તિ બનાવવામાં આવે છે. તો જ્યારે ભગવાન જગન્નાથજીની મૂર્તિ બદલવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા ભગવાન કૃષ્ણના હૃદયને કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. પુરીમાં રહેતા એક સ્થાનિક જણાવે છે કે, ‘ભગવાન કૃષ્ણનું હૃદય જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે.
તે સમયે મંદિર જ નહીં સમગ્ર જગન્નાથ પુરી શહેરમાં લાઇટ કાપી નાંખવામાં આવે છે. આ વિધિ કરતી વખતે પૂજારીની આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે અને હાથમાં જાડા મોજા પહેરાવી દેવામાં આવે છે. જે પૂજારીઓએ આ હૃદય ટ્રાન્સફર કર્યુ છે તેમણે જણાવ્યું હતું કે, તે ચમત્કારિક વસ્તુ હાથમાં લેતા જ તેની શક્તિનો અંદાજાે લગાવી શકાય છે. હજુ પણ ધબકતું હોય તેવું અનુભવાય છે.
આ પણ વાંચો
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે આખા દેશમાં આ રીતે અને આ પ્રમાણે મેઘરાજા ધબધબાટી બોલાવશે
અંબાલાલની આગાહીથી ગુજરાતીઓ ડર્યા, કહ્યું- વાવાઝોડું આવે કે ના આવે બાકી ગુજરાતમાં એવી અસર થશે કે…..
ઘટાડા પછી ચાંદીમાં તોતિંગ વધારો, સોનાના ભાવે પણ ધંધે લગાડ્યા, એક તોલાના ભાવ સાંભળીને હાજા ગગડી જશે
કૃષ્ણના દેહાંતને ૫૦૦૦ હજાર વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં, ભગવાનનું હૃદય તે જ સ્થિતિમાં છે. પૂજારીનું કહેવું છે કે, ‘જેમ શરીર ઘરડું થાય છે, તેમ ભગવાનની મૂર્તિ પણ જીવંત હોય તેમ ક્ષીણ થવા લાગે છે. તેથી દર ૧૨ વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે. આ સાથે જ ભગવાનનું હૃદય કે જેને ‘બ્રહ્મ પદાર્થ’ તરીકે ઓળખવામાં આવે છે, તેને પણ નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે.