આજે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, આગામી 10 દિવસ સુધી ઉત્સવ ઉજવાશે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે.
ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થતો ગણેશ ચતુર્થીનો આ તહેવાર ખૂબ જ વિશેષ છે. આ દિવસને ગણેશ જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2024 માં 7 સપ્ટેમ્બર એક ખાસ દિવસ છે, કારણ કે આ દિવસથી આ તહેવાર શરૂ થઈ ગયો છે.
અનંત ચતુર્દશીના દિવસે ભક્તો બાપ્પાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપે છે અને આવતા વર્ષે વહેલા પાછા આવવાનું કહે છે, આ સાથે તેઓ ભગવાન ગણેશની મૂર્તિને તળાવ, નદી વગેરેમાં વિસર્જન કરે છે.
દોઢ દિવસનું ગણપતિ વિસર્જન
જો તમે પણ તમારા ઘરે ગણપતિ લાવો છો અને દોઢ દિવસ પછી ગણપતિનું વિસર્જન કરો છો તો આ જાણી લો. ગણેશ વિસર્જન ચતુર્થી તિથિના બીજા દિવસે કરી શકાય છે.
ગણેશ સ્થાપના ચતુર્થી તિથિના દિવસે બપોરે થાય છે અને વિસર્જન બપોર પછી થાય છે, તેથી તેને દોઢ દિવસમાં ગણેશ વિસર્જન કહેવામાં આવે છે. બીજા અડધા દિવસ પછી (દોઢ દિવસ), ગણેશ વિસર્જન બુધવાર, 8 સપ્ટેમ્બર 2024 ના રોજ પણ ઘણાએ કર્યું છે. તો વળી ઘણા લોકો પાંચ દિવસ અને 10 દિવસ પછી પણ કરે છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
વિસર્જનના નિયમો
હંમેશા શુભ મુહૂર્ત જોઈને વિસર્જન કરવું.
પૂજા દરમિયાન ગણપતિને ચઢાવવામાં આવતી સામગ્રીને તેની સાથે વિસર્જિત કરો.
જો તમે ભગવાન ગણેશને નારિયેળ અર્પણ કર્યું છે, તો તેને ન તોડો અને તેની સાથે તેનું વિસર્જન કરો.
ભગવાન ગણેશની મૂર્તિને પૂર્ણ ભક્તિ સાથે પાણીમાં તરતા મુકો.
આ દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાને વિદાય આપો, અને તેમને આવતા વર્ષે આવવા વિનંતી પણ કરો.