Astrology News: ઘણા લોકોને ઘરમાં પોપટ પાળવાનો શોખ હોય છે. ત્યારે સૌથી પહેલા એ જણાવી દઇએ કે, ઘરમાં પોપટ રાખવો એ અતિ શુભ માનવામાં આવે છે. જી હા… પોપટ રાખવાથી ઘરમાં આર્થિક લાભ થાય છે સાથે જ વેપારમાં પણ વૃદ્ધિ થાય છે. આવું એટલા માટે કારણ કે, પોપટનો રંગ એક ગ્રહ સાથે જોડાયેલો છે.
આ ગ્રહનો કારક છે પોપટ
પોપટનો રંગ લીલો હોવાથી બુધ ગ્રહનો કારક માનવામાં આવે છે. આ સિવાય પોપટને ભગવાન કામદેવનું વાહન કહેવાય છે ઉપરાંત તેનો સંબંધ ધનના દેવતા કુબેરજી સાથે પણ છે.
પોપટને યોગ્ય દિશામાં રાખો
જો તમારી કુંડળીમાં બુધ બળવાન હોય તો તમે બુદ્ધિશાળી બની શકો છો. મતલબ કે, તમે સારા વેપારી પણ બનશો. તમને પોપટ પાળવાનો શોખ છે તો એક વાતનું ધ્યાન રાખજો કે, પોપટને હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રાખવો જોઇએ. વાસ્તુ પ્રમાણે પોપટ માટે આ યોગ્ય દિશા છે.
મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે
આ દિશામાં પોપટ રાખવાથી મા લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં બરકત આવે છે. છતા પણ આ ઉપાય પહેલા સંબંધિત એક્સપર્ટની યોગ્ય સલાહ લઇ શકો છો.