Holi 2024: હોળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. હોળીના તહેવારની શરૂઆત હોલિકા દહનથી થાય છે. આવો જાણીએ શું છે આ દિવસનો ઈતિહાસ.
હિરણ્યકશ્યપે ભગવાન બ્રહ્મા પાસે એવું વરદાન માંગ્યું કે તે માણસ કે પ્રાણીના હાથે કે કોઈ શસ્ત્રથી મૃત્યુ ન પામે.ભગવાન બ્રહ્માએ પણ તેને આ વરદાન આપ્યું.
પરંતુ જ્યારે હિરણ્યકશ્યપને પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિની જાણ થઈ ત્યારે તેણે તેના પુત્રને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ પ્રહલાદે તેની વાત ન માની, ત્યારબાદ હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાનું નક્કી કર્યું.
હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદને તેના ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કહ્યું જેથી પ્રહલાદ ભાગી ન શકે અને તે આગમાં બળીને રાખ થઈ જાય. હોલિકાએ પણ એવું જ કર્યું. હોલિકાને ભગવાન બ્રહ્માનું વરદાન હતું અને અગ્નિ તેને બાળી શકી નહીં. હોલિકાના એક કપડામાં બળી ન જવાની શક્તિ હતી. પરંતુ જ્યારે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેઠી ત્યારે ભારે પવનના કારણે પ્રહલાદને કપડાએ ઢાંકી દીધો અને હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો આબાદ બચાવ થયો.
હોલિકા સાથેના જોડાણને કારણે આ તહેવારનું નામ હોળી પડ્યું. આ દિવસને ઉસ્તાવ તરીકે ઉજવવાનું શરૂ થયું.
હિરણ્યકશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારવા માટે એક થાંભલા સાથે બાંધી દીધો, ત્યારબાદ નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપને તેના ખોળામાં રાખીને તેના નખથી મારી નાખ્યો. આ રીતે બ્રહ્માનું વરદાન પણ તૂટ્યું નહિ.