Surat News: સુરતના પોશ વિસ્તાર વેસુમાં રહેતી મોડલ અને ફેશન ડિઝાઈનર તાન્યા સિંહે શા માટે કરી આત્મહત્યા? તે જાણવા સુરત પોલીસે હવે કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી છે. 28 વર્ષની ઉભરતી મોડલની ક્રિકેટર અભિષેક શર્મા સાથેની મિત્રતા સામે આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. મોડલ તાન્યા સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે મોડલ તાન્યાએ ફાંસી લગાવી ત્યારે તેના કાનમાં ઈયરફોન હતા. પોલીસને તાન્યા સિંહના ફોનમાંથી કેટલાક ફોટા મળ્યા છે. આ ખૂબ જ અંગત ફોટા છે. આમાં તાન્યા સિંહ IPL રમી ચૂકેલા ક્રિકેટર સાથે ખૂબ જ અંગત પળોમાં જોવા મળે છે.
પોલીસને મોડલ તાન્યા સિંહના મોબાઈલમાં ક્રિકેટર અભિષેક સાથેના ખૂબ જ ઈન્ટીમેટ ફોટા મળ્યા છે. મોડલ તાન્યા સિંહ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલિગન્સમાં રહેતી હતી. હવે જે માહિતી સામે આવી છે તે મુજબ તાન્યા મોડલિંગની સાથે ફેશન ડિઝાઇનિંગ અને ડીજેનું કામ પણ કરતી હતી. ફોનમાં ક્રિકેટર સાથેની સેલ્ફી અને ઈન્ટીમેટ ફોટા મળ્યા બાદ જ સુરતે અભિષેક શર્માને તપાસમાં જોડાવા માટે ફોન કર્યો છે.
બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની વાત પણ સામે આવી રહી છે. સુત્રો પાસેથી માહિતી સામે આવી છે કે તાન્યા અભિષેક શર્માને મેસેજ કરતી હતી, પરંતુ તેનો કોઈ જવાબ નહોતો. લટકતી વખતે તાન્યાએ કાનમાં ઈયરફોન પહેરેલા હોવાથી મોડલે વાતચીત બાદ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ટેલિકોમ કંપનીઓને CDR સાથે IPDR (ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રિપોર્ટ) માટે પત્ર લખ્યો છે.
મોડલ તાન્યા ભવાની સિંહ મૂળ રાજસ્થાનના સીકરની હતી. મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ પુત્રીએ આત્મહત્યા કરી લેતા પરિવાર આઘાતમાં છે. તાન્યા છેલ્લા અઢી વર્ષથી ફેશન ડિઝાઇનિંગ અને મોડલિંગ કરી રહી હતી. તાન્યાના પિતા પાંડેસરાની મિલમાં મેનેજમેન્ટનું કામ જુએ છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ભાઈ કેનેડામાં ભણે છે, જ્યારે એક બહેનના ત્યાં લગ્ન છે. પોલીસને શંકા છે કે તાન્યાએ આત્મહત્યા કરતા પહેલા અભિષેક સાથે વાત કરી હતી, જોકે, પોલીસ કોલ ડિટેલ રિપોર્ટ અને IPDRની રાહ જોઈ રહી છે. પોલીસ ખાતરી કરવા માંગે છે કે તાન્યાએ છેલ્લો કોલ કોને કર્યો હતો? પોલીસે સાત દિવસની કોલ ડિટેઈલ માંગી છે? આ ઉપરાંત પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે.