બનાસકાંઠા: કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતાં ખેડૂતોમાં નારાજગી વ્યાપી, ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

Desk Editor
By Desk Editor
Share this Article

Banaskantha Local News: બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશને ભાડમાં વધારો જાહેર કરવાને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોએ હવે ભાડા વધારાનો વિરોધ કરવાની શરુઆત કરી છે. કિસાન સંઘે પણ ભાડા વધારો પરત ખેંચવાની માંગ કરી છે. બટાકાના ઉત્પાદનના સમયે જ ભાડા વધારાને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ હવે ભાડા વધારો જાહેર કર્યો છે.

કટ્ટા દીઠ 10 રુપિયા જેટલો વધારો જાહેર કરવાની સાથે જ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તો હવે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠામાં પણ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આવી સ્થિતિમાં બટાકાના ઉત્પાદન સમયે જ ભાડા વધારો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં રોષ પેદા કરી શકે છે.કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો કરવાને લઈ ખેડૂતોએ હવે વિરોધ કર્યો છે. કિસાન સંઘે પણ હવે ભાડા વધારોનો વિરોધ કર્યો છે.

તંત્રની કાર્યવાહીથી બચવા ગેરકાયદેસર જગ્યા પર રામ મંદિર બનાવ્યું, PM મોદી અને CM યોગીની મૂર્તિઓ લગાવી, જાણો સમગ્ર મામલો

રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદનું બજેટ સત્ર શરૂ, દ્રૌપદી મુર્મુએ કહ્યું- રામ મંદિરનું સપનું સાકાર થયું, ચંદ્ર પર લહેરાવ્યો ત્રિરંગો અને…

ટામેટાં-ડુંગળી-બટાકા સહિતના શાકભાજીઓ થયા મોંઘાદાટ, સરકારનો આંકડો જાહેર, આગામી સમયમાં રિટેલ ફુગાવો વધે તેવી શક્યતા!

જિલ્લામાં 199 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેના સંચાલકો દ્વારા વરસે દહાડે બેઠક યોજવામાં આવે છે. જેમાં મોટે ભાગે ભાડામાં વધારો જાહેર કરવામાં આવતો હોય છે. આ વખતે પણ ભાડા વધારો કરવામા આવે છે. જોકે હવે ખેડૂતોએ હવે ભાવ વધારો પરત ખેંચવાને લઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


Share this Article