આમ આદમી પાર્ટીમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા તો આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવવાની અટકળો નક્કિ થઈ ગઈ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આપ નેતા ગોપાલ ઇટાલીયાએ ચૈતર વસાવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. જ્યાં ગોપાલ ઇટાલીયાએ ડેડીયાપાડા ખાતે જાહેરાત કરી કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. હાલ તો વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામા દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે.
ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો સામે આવી ગયા છે. આપ નેતા ગોપાલ ઇટાલીયાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે. ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ચૈતર વસાવા પર સત્તાધારી પાર્ટી દ્વારા ખૂબ જ અત્યાચાર કરાઇ રહ્યો છે. જેથી હવે અમે લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું.
ચૈતર વસાવા સીધા લોકસભાની ચૂંટણીમાં થશે હાજર: ઇટાલીયા
ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી આમ આદમી પાર્ટીની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચના સાંસદ બનાવીને જ ન્યાય અપાવવાનો નિર્ણય લેવાયો છે. સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, હવે ચૈતર વસાવા ન તો કોર્ટમાં જશે કે ન પોલીસ પાસે તેઓ સીધા લોકસભાની ચૂંટણીમાં હાજર થશે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને આજથી જ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ઘરે લોક સંપર્ક કરી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા કામે લાગી જવા આહવાન કરાયું હતું.
મનસુખ વસાવાની મુશ્કેલીઓ વધી
સતત છ ટમથી જીતનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસવા સામે અનેકવાર વિફરતા જોવા મળ્યા છે. મનસુખ વસાવાએ એમ પણ કીધું હતું કે સાંસદ મનસુખ વસાવા હિન્દુસ્તામાં કોઈથી ડરતા નથી, આમ આદમી પાર્ટી જૂઠા લોકોની પાર્ટી છે. ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકાવી મહિલાઓનો ઉપયોગ કરે છે. તાકાત હોય તો આવો મેદાનમાં… ચૂંટણી જંગમાં બતાવી દવ કહી સાંસદે પડકાર ફેંક્યો હતો.
ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર
ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!
56 કરોડ જાનૈયા સાથે નીકળી ભગવાનની લગ્નની જાન, ધામધૂમથી પ્રસંગ ઉજવાયો! ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત
નોંધનિય છે કે, વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામાં ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે. ભૂગર્ભમાં રહેલા ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ બાદ હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. આ તરફ હવે ભૂગર્ભમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા સામે બે જ વિકલ્પ બાકી રહ્યા હતા ક્યાં તો પોલીસ સમક્ષ હાજર થઈ જાય અથવા તો આગોતરા મેળવવા સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવી શકે છે.