Politics News: શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવાઓને જોતા એ નક્કી કરવામાં આવ્યું છે કે અજિત પવાર અને તેમની સાથેના ધારાસભ્યો અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. ચૂંટણી પંચે કહ્યું કે અજિત પવાર જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે. 6 મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી પછી, ચૂંટણી પંચે મંગળવારે અજિત પવારના જૂથની તરફેણમાં નિર્ણય આપ્યો.