જો તમારી પાસે 2000 ની નોટ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે બેંકમાં જમા કરાવો, કારણ કે આ 2000 ની નોટ હવે લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢી લેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી રૂ. 2000ની નોટ જારી કરવાનું બંધ કરવા જણાવ્યું છે. RBIએ કહ્યું છે કે નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જે લોકો પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે બેંકમાં જઈને સમય મર્યાદામાં બદલી કરાવવી પડશે.
ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. હવે 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટો બેંકમાં જમા કરાવી શકાશે. RBIએ કહ્યું કે 23 મેથી તમે તમારી બેંકમાં એક સમયે 2000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકો છો. બેંકોમાં નોટો જમા કરાવવા માટે અલગથી સુવિધા પણ કરવામાં આવી રહી છે. આ માટે બેંકોએ ખાસ વિન્ડો ખોલવી પડશે. આ સિવાય આરબીઆઈની નોટો બદલવા અને જમા કરાવવા માટે 19 શાખાઓ ખોલવામાં આવશે. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ અમે 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.
આને નોટબંધી ન ગણો: RBI
RBI તરફથી 2000ની નોટો પાછી ખેંચી લેવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ નોટબંધી નથી. આ નોટ હજુ ચાલુ છે. આ સંપૂર્ણ રીતે માન્ય છે અને 30 સપ્ટેમ્બર 2023 પહેલા કોઈ તેને લેવાનો ઈન્કાર કરી શકે નહીં. આ તારીખ પહેલા, તમે આ નોટો તમારી બેંકમાં બદલી શકો છો જેમાં તમારું ખાતું છે અથવા અન્ય કોઈ બેંકમાં પણ. આ અંગેની કોઈપણ અફવાઓથી સાવધ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
Gujarat Weather: હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 5 દિવસ આગ ઝરતી ગરમી પડશે, યલો એલર્ટ અપાયું
આ નોટો 8 નવેમ્બર 2016ના રોજ ચલણમાંથી બહાર થઈ ગઈ હતી
8 નવેમ્બર 2016 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી, 500 અને 1000 રૂપિયાની તમામ નોટો હવે કાનૂની ટેન્ડર નથી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી બજારમાં 2000ની નોટો ભાગ્યે જ દેખાઈ રહી હતી. બેંકના એટીએમમાં પણ આ નોટો નીકળતી ન હતી.