Gujarat Weather: હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 5 દિવસ આગ ઝરતી ગરમી પડશે, યલો એલર્ટ અપાયું

Lok Patrika
By Lok Patrika
Share this Article

નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાના ના હોવાની આગાહી કરી છે અને તેની સાથે અમદાવાદ માટે હીટ એક્શન પ્લાન અંતર્ગત પાંચ દિવસ માટે યલો એલર્ટ અપાયું છે. હાલ રાજ્યમાં જે પવનો આવી રહ્યા છે તે પશ્ચિમીની સાથે ઉત્તર-પશ્ચિમના છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી આ કારણે ગરમી ઓછી હોવા છતાં લોકોએ પરસેવે ન્હાઈ રહ્યા છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ નવી આગાહી કરીને જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. વરસાદની શક્યતાઓ પણ નથી. તાપમાન પણ આગામી 5 દિવસ હાલમાં છે એ જ પ્રમાણે રહેવાની શક્યતાઓ છે. તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાઈ છે. જોકે, ભેજવાળા પવનોના કારણે બફારો અનુભવાશે, આગામી 5 દિવસ માટે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો

Petrol Pump પર શૂન્ય કરતાં વધારે મહત્વની એક બીજી વસ્તુ છે, જો તમે તેના પર નજર નહીં રાખો તો બરબાદ થઈ જશો!

9 Best Places: ઉનાળું વેકેશનમાં ફરવા જવું હોય તો ગુજરાતમાં જ આ શ્રેષ્ઠ 9 સ્થળોએ આંટો મારી આવો

Phone Blast: બેટરી ખરાબ હોય તો સરખી કરી લેજો, 70 વર્ષના દાદા બેઠા હતા અને અચાનક જ ફોન ફાટ્યો

આ સાથે જ આગામી ત્રણ દિવસમાં તાપમાન એકાદ ડિગ્રી વધી શકે છે અને ત્રણ દિવસ પછી એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય સુરેન્દ્રનગરમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly