અવાર નવાર ચેક રિટર્ન થતા હોય છે અને લોકોને કદાચ મજાક લાગતી હોય કે આવા કેસ તો બન્યા કરે. પરંતુ એવું નથી હોતું. આજે જે કિસ્સો સામે આવ્યો એ જોઈને તમને પણ ખબર પડી જશે કે જો કોઈને ખોટો ચેક આપીએ અને એ રિટર્ન થાય તો કેટલી માથાકુટ અને દંડ ભરવો પડી શકે છે. પાટણની જ આ વાત છે કે જ્યાં એક જ્યુડીસીયલ કોર્ટે એક આરોપીને ચેક બાઉન્સ કેસમાં કસુંરવાર ઠેરવીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે તેમજ રૂા. 1,40,000 દંડ ભરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
આ કેસમાં એવું પણ કહેવામં આવ્યું છે કે જો આરોપી દંડ ભરે તો તેમાંથી વળતર તરીકે ફરીયાદીને રૂા. 1,30,000 આપવાનો આદેશ કર્યો હતો. આરોપીએ દંડની રૂા. 1,40,000ની રકમમાંથી રૂા.10,000 દંડ ભરવો અને બાકીની રૂા.1,30,000 રકમ કોર્ટમાં જમા કરાવવી ને આ રકમ જમા થાય તો ફરીયાદીને વળતર આપવાનો આદેશ પાટણનાં મેજિસ્ટ્રેટ યુ.એસ. કાલાણીએ કર્યો હતો. કેસ એવો હતો કે પાટણની યુનિવિર્સિટીમાં નોકરી કરતા બાદલ કોઠારીએ સિધ્ધપુરનાં સમોડાનાં સફવાન માંકણોજિવાને રૂા.1.30 લાખની રકમ 2017 માં આપેલી જે અંગેનો એવેજનો ચેક આપ્યો હતો.
જ્યારે આ ચેક ભરતાં તે પાછો ફર્યો અને પછી બાદલ કોઠારીએ પોતાનાં વકીલ યુસુફ શેખ મારફતે નોટીસ આપીને બાદમાં પાટણ કોર્ટમાં નેગોસિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરીયાદ કરી હતી. જેની સુનાવણી થતાં કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળી કોર્ટે આરોપીને ઉપરોક્ત 6 માસની સાદી કેદની સજાની ફટકારી હતી. તો સાથે જ 1,40,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.