મંગળવારના ટ્રેડિંગ સેશનમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અદાણી ગ્રુપના શેરમાં બ્રેક લાગી છે. અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓમાંથી 4 કંપનીઓના શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા છે. અન્ય કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં ભારે ઘટાડાથી ગ્રૂપના શેરોને પણ અસર થઈ હતી. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં આજના સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
એક તબક્કે શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. પરંતુ બંધ થવાના સમયે શેર 7.27 ટકા ઘટીને રૂ.1738 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સનો શેર 3.92 ટકાના ઘટાડા સાથે રૂ. 654 પર બંધ રહ્યો હતો.અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર અને એનડીટીવીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી હતી, જેના કારણે આ કંપનીઓમાં ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું.
અદાણી વિલ્મરનો શેર 4.94 ટકાના ઘટાડા સાથે રૂ. 414 પર બંધ રહ્યો હતો. ACCમાં 1.79 ટકા અને ગુજરાત અંબુજામાં 3.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી ઓછો ઘટાડો અદાણી ગ્રીન એનર્જીના શેરમાં હતો જે 1.49 ટકાના ઘટાડા સાથે રૂ. 706 પર બંધ રહ્યો હતો.અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર અને એનડીટીવીના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી હતી, જેના કારણે આ કંપનીઓમાં ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું.
રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે
અદાણી વિલ્મરનો શેર 4.94 ટકાના ઘટાડા સાથે રૂ. 414 પર બંધ રહ્યો હતો. ACCમાં 1.79 ટકા અને ગુજરાત અંબુજામાં 3.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી ઓછો ઘટાડો અદાણી ગ્રીન એનર્જીના શેરમાં હતો જે 1.49 ટકાના ઘટાડા સાથે રૂ. 706 પર બંધ રહ્યો હતો.