VIDEO: બહાર પરિસ્થિતિ બહુ ખરાબ છે…. સગાઈ તૂટ્યા બાદ ખજૂરભાઈએ કિંજલ દવેને કોલ કર્યો, બન્ને વચ્ચે થઈ આવી આવી વાતો

Lok Patrika
By Lok Patrika
Share this Article

કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ હવે અવનવા સમાચારો સામે આવતા રહે છે, ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખજૂરભાઈ અને કિંજલ દવેનું કોલ રેકોર્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે. સગાઈ તૂટ્યા બાદ કેવું કેવું ચાલે છે એના વિશે ખજૂર ભાઈ અને કિંજલ દવે વાત કરી રહ્યા છે. કિંજલ કહી રહી છે કે બહાર વાતાવરણ બહુ ખરાબ છે અને લોકો પોતાની રીતે વાતો કરી રહ્યા છે. ત્યારે ખજૂર ભાઈ પણ કહી રહ્યા છે કે મે બધે ન્યૂઝમાં અને પેપરમાં આ વાંચ્યું અને વાંચવાનું જ બંધ કરી દીધું છે. મારું તો મગજ જ બ્લેન્ક થઈ ગયું છે. ત્યારબાદ તે પોતાની આગળની બીજી વાતો પણ કહી રહ્યા છે. તો આ કોલ રેકોર્ડિંગ તમે અહીં સાંભળી શકો છો.

https://www.youtube.com/watch?v=DaQ50LbUQ8c

ત્રણ દિવસ પહેલા ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા હતા. કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવતા જ ચારેકોર ચર્ચા થવા લાગી હતી. પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત સામે આવી હતી, ત્યારે હવે કિંજલ દવેએ સાડીમા સુંદર ફોટો અપલોડ કરીને લખ્યું કે જિંદગી જ્યારે પણ તમને ઉગાડે ત્યારે નવી સુગંધ સાથે ખીલો.. સુપ્રભાત મિત્રો…

આ તસવીર પર લોકોની કોમેન્ટનું અને લાઈક્સનું પુર આવ્યું છે. બધા ફેન્સ કહી રહ્યા છે કે તમે સુંદર છો, જીવનમાં આવું તો ચાલ્યા કરે, આપણે એ બધું ભૂલી જઈને આગળ વધવાનું હોય, સોશિયલ મીડિયા પર હાલમાં આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામ કરતી હતી અને ધીરે ધીરે જાણીતી બની ગઈ, હવે તો વિદેશમાં પણ કિંજલના દાયરાની ધૂમ મચી રહી છે.

BREAKING: કરણી સેનાનો પાયો નાખનાર સંસ્થાપકનું મોત થતાં હાહાકાર, લાખો સભ્યોની આંખમાંથી આંસુની ધાર થઈ

મોટાભાઈના મોતને જીરવી ન શક્યો નાનો ભાઈ, 30 મિનિટમાં જ નાનાભાઈનું પણ મોત, પાટણના પટેલ બંધુનું આઘાતમાં અવસાન

રતન ટાટા માટે ખૂબ જ ખાસ છે આ વ્યક્તિ, રોજ કમાય છે 30 લાખ રૂપિયા, જાણો સંપત્તિ અને કુલ આવક વિશે

કિંજલની સગાઈ પવન સાથે થઈ ત્યારે પણ કિંજલની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની હાલમાં ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછી નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly