આંકડા જોઇને તમારું તો હદય બેસી જશે, બધા જ ઉદ્યોગપતિઓનું કરોડો અબજોનું નુકસાન, જાણો કેમ બધાના પૈસા ધોવાઈ ગયાં

Desk Editor
By Desk Editor
Breaking news: ઉદ્યોગપતિઓનું કરોડો અબજોનું નુકસાન!!
Share this Article

Business News : બુધવારે ભારતની સાથે દુનિયાભરનાં શેરબજારોમાં (Stock markets around the world) પણ વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેના કારણે વિશ્વના ટોપ 22 અબજોપતિઓની (billionaires) સંપત્તિને મોટું નુકસાન થયું હતું. એવું ભાગ્યે જ જોવા મળ્યું હતું જ્યારે વિશ્વના ટોચના ૨૨ અબજોપતિઓની સંપત્તિમાં એક સાથે ઘટાડો જોવા મળ્યો હતો. આ અબજોપતિઓની સંપત્તિમાં સંયુક્ત રીતે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ એટલે કે 36 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. એલોન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ટને (Elon Musk and Bernard Arnold) સૌથી વધુ નુકસાન થયું છે. તો બીજી તરફ ભારતના અંબાણી અદાણી સહિત ટોપ 14 અરબપતિઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના રિપોર્ટની તપાસ કરીએ અને જોઈએ કે કેટલી સંપત્તિમાં ઘટાડો થયો છે.

 

ટોચના 22 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો

ભાગ્યે જ એવા પ્રસંગો જોવા મળે છે જ્યારે વિશ્વના ટોચના 22 અબજોપતિઓની સંપત્તિમાં એક લીટીનો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ આ જોવા મળ્યું હતું અને તે પણ બુધવારે. એલોન મસ્કથી લઈને ગૌતમ અદાણી (Gautam Adani) સુધી, વિશ્વના 22 અબજોપતિઓની સંપત્તિમાં એકસાથે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જો તમે તેને ડોલરમાં જુઓ તો આ આંકડો 36 અબજ ડોલરથી પણ વધારે છે. આ લિસ્ટમાં એલન મસ્ક ઉપરાંત બેજોસ, ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, ભારતના અંબાણી અને અદાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

 

 

મસ્કની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો

જો ટોપ 10 અરબપતિઓની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો એલન મસ્કની સંપત્તિમાં જોવા મળ્યો. બુધવારે મસ્કની નેટવર્થ લગભગ 5 અબજ ડોલર ઘટીને 233 અબજ ડોલર થઇ ગઇ છે. મસ્કની નેટવર્થમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. બર્નાર્ડ આર્નાલ્ટની સંપત્તિમાં 4 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. જેફ બેઝોસની સંપત્તિમાં 3.52 ડોલરનો ઘટાડો થયો છે. વોરેન બફેટની સંપત્તિમાં સૌથી ઓછો ઘટાડો જોવા મળ્યો હતો અને 41.6 કરોડ ડોલરનું નુકસાન થયું હતું. જ્યારે લેરી એલિસન, લેરી પેજ, માર્ક ઝુકરબર્ગ, સ્ટીવ બાલ્મર સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં 2થી 3 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

 

એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે

એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ

આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

 

અંબાણી અને અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો

તો બીજી તરફ અંબાણી અને અદાણીની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.27 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ ઘટીને 94.5 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.08 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને કુલ નેટવર્થ ઘટીને 62.8 અબજ ડોલર થઈ ગઈ છે. આ બંને સિવાય શાપુર મિસ્ત્રી, શિવ નાદર, અઝીમ પ્રેમજી, લક્ષ્મી મિત્તલ જેવા 19 અબજપતિઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 4 અરબપતિઓની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.

 

 


Share this Article