ઈ-કોમર્સ કંપની એમેઝોન આગામી દિવસોમાં મોટી સંખ્યામા કર્મચારીઓને કરશે ઘરભેગા કરશે. એક અંદાજ મુજબ કંપની 17,000થી વધુ કર્મચારીઓની છૂટી કરવાની તૈયારી કરી રહી છે.
વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે એમેઝોનમાં નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ થઈ છે અને નવેમ્બર મહિનામાં કંપની 10,000થી વધુ કર્મચારીઓને છુટા કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ હવે જાન્યુઆરી સુધીમાં આ સંખ્યા વધી શકે છે. હવે 7 હજાર વધુ કર્મચારીઓની નોકરીમાથી છૂટા કરવાનું વિચારી રહી છે.
એમેઝોન કર્મચારીઓ માટે માઠા સમાચાર
એમેઝોન કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. સેલ્સફોર્સ ઇન્કએ બુધવારે માહિતી આપી હતી કે તે પણ કાપ મૂકવાની યોજના બનાવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં એમેઝોન કંપનીની ઝડપી વૃદ્ધિમાં ઘટાડો થયો છે જેના કારણે હજારો કર્મચારીઓને નુકસાન સહન કરવું પડી શકે છે.
એમેઝોન કંપનીએ સમગ્ર મામલે મૌન
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કંપની 10,000થી વધુ કર્મચારીઓની નોકરીમાથી છૂટા કરવાનું વિચારી રહી છે. એમેઝોન કંપની સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ લોકોની ભરતી કરે છે. એમેઝોન પર વૉઇસ-સહાયક એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગોનો સમાવેશ થાય છે જેમા નોકરીઓ આપવામા આવે છે.