બોસ હોય તો મુકેશ અંબાણી જેવો, રિલાયન્સના કર્મચારીને આપ્યું 1500 કરોડનું 22 માળનું મકાન ભેટમાં, ચારેકોર ચર્ચા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી પાસે માત્ર વિશાળ બેંક બેલેન્સ નથી, પરંતુ તેમનું દિલ પણ મોટું છે. પોતાના કર્મચારીઓની મદદ માટે હંમેશા હાજર રહેતા મુકેશ અંબાણીએ હાલમાં જ પોતાના એક જૂના કર્મચારી માટે 1500 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. રિલાયન્સ માટે વર્ષોથી કામ કરી રહેલા મનોજ મોદીને મુકેશ અંબાણીએ 22 માળની ઇમારત ભેટમાં આપી છે. અંબાણીના જમણા હાથ કહેવાતા મનોજ મોદી શરૂઆતથી જ કંપની સાથે છે. તે માત્ર રિલાયન્સના કર્મચારી જ નથી પરંતુ મુકેશ અંબાણીના મિત્ર પણ છે.

કોણ છે મનોજ મોદી

લોકો મનોજ મોદીને અંબાણીના સૌથી નજીકના કર્મચારી તરીકે જાણે છે. તેમને મુકેશ અંબાણીના જમણા હાથ કહેવામાં આવે છે. રિલાયન્સના તમામ સોદાઓની સફળતા પાછળ તેમનો હાથ છે. વર્ષોથી, તેઓ અત્યંત પ્રામાણિકતા અને સમર્પણ સાથે કંપની માટે અથાક કામ કરે છે. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેમના બાળકો આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણી મનોજ મોદીની દરેક વાત માને છે. તેમના કામનું સન્માન કરતાં હવે અંબાણી પરિવારે તેમને એક અમૂલ્ય ભેટ આપી છે. મુકેશ અંબાણીએ પોતાના જૂના કર્મચારી અને મિત્ર માટે મુંબઈના પોશ વિસ્તારમાં 22 માળની ઈમારત ખરીદી છે.

22 માળની ઇમારત ભેટમાં આપી

અંબાણી પરિવારે મનોજ મોદી માટે મુંબઈના નેરિયન સી રોડ પર 22 માળની ઈમારત ખરીદી છે. આ મિલકતને વૃંદાવન નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નેપિયન સી રોડ મુંબઈનો પોશ વિસ્તાર છે. અહીં પ્રોપર્ટીનો દર રૂ. 45,100 થી રૂ. 70,600 પ્રતિ ચોરસ ફૂટ છે. આ બિલ્ડિંગની કિંમત 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઈમારત 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલી છે.

મુકેશ અંબાણીના જમણા હાથ

મનોજ મોદીને મુકેશ અંબાણીના જમણા હાથ કહેવામાં આવે છે. અંબાણી અને મોદી બંને સહાધ્યાયી રહ્યા છે. બંનેએ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી સાથે અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સમાં કામ કરવાનું શરૂ કર્યું તો તેણે મનોજને પણ પોતાની સાથે બોલાવ્યો. મનોજ મોદી વર્ષ 1980થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. માત્ર બિઝનેસમાં જ નહીં પરંતુ અંબાણી પરિવારમાં પણ તેમનું સન્માન છે. મુકેશ અંબાણી પોતે તેમની વાત ધ્યાનથી સાંભળે છે. તે અંબાણી પરિવારના બાળકો માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. એવું પણ કહેવાય છે કે રિલાયન્સની સફળતા પાછળ તેનું મગજ છે. રિલાયન્સમાં તેમને MM તરીકે ઓળખવામાં આવે છે.

ઘણા મહિનાઓ બાદ અદાણીને મોજ પડે એવું કંઈક થયું, શેર બજારનો નજારો જોઈ હિડનબર્ગને ભારે દુ;ખ લાગી જશે

બાળકોને ફોન જોવા આપતાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: મોઢા પર મોબાઈલ ફાટ્યો, 8 વર્ષની બાળકીનું દર્દનાક મોત

જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો દરરોજ આ જ્યૂસ પીવો પડશે, નવા અભ્યાસમાં ખુલાસો થતાં મોટી રાહત

CEO જેટલી સત્તા

મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર પદે છે. તે લાઈમલાઈટથી દૂર રહે છે. તે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર નથી. કંપની તેના માટે ઘણું કરે છે. તેઓ હજીરા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, જામનગર રિફાઈનરી, ફર્સ્ટ ટેલિકોમ બિઝનેસ, રિલાયન્સ રિટેલ અને 4જી રોલઆઉટ જેવા વિવિધ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. તેમની પાસે કંપની પર CEO જેટલી સત્તા છે.

 


Share this Article