વિશ્વના અબજોપતિઓની યાદીમાં ઈલોન મસ્ક પ્રથમ સ્થાને યથાવત છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કુલ સંપત્તિ વધીને 348 બિલિયન ડોલર થઈ ગઈ છે. તેમના પછી બીજા ક્રમે જેફ બેઝોસ છે અને તેમની સંપત્તિ 219 બિલિયન ડોલર છે. એટલે કે જેફ બેઝોસ કરતાં ઈલોન મસ્કની પાસે $129 બિલિયન વધુ સંપત્તિ છે. વર્તમાન વર્ષમાં તેમની સંપત્તિમાં 119 અબજ ડોલરનો વધારો થયો છે અને તે વધીને 348 અબજ ડોલર થઈ ગયો છે. લેરી એલિસન ત્રીજા સ્થાને છે અને તેમની પાસે 206 અબજ ડોલરની સંપત્તિ છે.
ટ્રમ્પની જીત બાદ સૌથી મોટો ફાયદો
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ સૌથી વધુ ફાયદો ઈલોન મસ્કને થયો છે. ટ્રમ્પને ચૂંટણી જીત્યાને લગભગ એક મહિનો થવા આવ્યો છે. 22 ઓક્ટોબરથી મસ્કની સંપત્તિમાં $108 બિલિયનનો વધારો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમની સંપત્તિમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસ્કે ચૂંટણી દરમિયાન ટ્રમ્પના પ્રચાર પર 100 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
દરરોજ 3.6 બિલિયન ડોલરની કમાણી કરે છે
5 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ 22 નવેમ્બર સુધી મસ્કની સંપત્તિમાં 84 અબજ ડોલરનો વધારો થયો છે. જો આ રીતે જોઈએ તો આ 18 દિવસમાં તેમની સંપત્તિમાં સાડા ચાર અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. પરંતુ જો છેલ્લા એક મહિના પર નજર કરીએ તો તેમની સંપત્તિમાં 108 અબજ ડોલરનો વધારો થયો છે. આનો સીધો અર્થ એ થયો કે તેણે છેલ્લા એક મહિનામાં દરરોજ 3.6 બિલિયન ડોલર (303507720000) કમાવ્યા છે.
છેલ્લા છ મહિનામાં નેટવર્થ બમણી!
છ મહિના પહેલા, એલોન મસ્કની નેટવર્થ $200 બિલિયનથી ઓછી હતી. પરંતુ હવે તે વધીને 348 બિલિયન ડોલરનો આંકડો થઈ ગયો છે. આ રીતે છેલ્લા છ મહિનામાં તેમની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્કે છેલ્લા ચાર વર્ષમાં ઝડપથી પૈસા કમાવ્યા છે. વર્ષ 2020માં 25 બિલિયન ડોલરની સંપત્તિના માલિક મસ્કની સંપત્તિ માત્ર ચાર વર્ષમાં 14 ગણી વધી છે.
એલન મસ્કની સંપત્તિ કેમ વધી રહી છે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની શરૂઆતથી, ટેસ્લાના શેરમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. મસ્કની નેટવર્થનો મોટો હિસ્સો ટેસ્લામાં તેના 13 ટકા હિસ્સા અને 9 ટકા ઇક્વિટી એવોર્ડમાંથી આવે છે. શેરમાં થયેલા વધારાની અસર તેમની સંપત્તિ પર પણ જોવા મળી રહી છે.
મસ્ક અને ટ્રમ્પની મિત્રતા
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
અમેરિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. તેણે ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં 100 મિલિયન ડોલર પણ ખર્ચ્યા હતા. હવે ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ રોકાણકારોનો મસ્કના શેરમાં વિશ્વાસ વધ્યો છે. ટ્રમ્પે મસ્કને નવા વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના અધ્યક્ષ પણ બનાવ્યા છે.