EPFO : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સભ્યો તેમની વ્યક્તિગત માહિતી જેમ કે નામ વગેરેમાં સરળતાથી સુધારો કરી શકશે. કેન્દ્રીય મંત્રીએ શનિવારે આ જાણકારી આપી છે. સરકારે ઇપીએફઓમાં સુધારા લાગુ કર્યા છે, ત્યારબાદ મેમ્બર્સ ઇપીએફઓના ડિજિટલ પ્લેટફોર્મ પર જઇને પોતાની વ્યક્તિગત માહિતી સરળતાથી બદલી શકશે.
ઇપીએફઓના સભ્યો પોતાની માહિતી બદલી શકશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, ઇપીએફઓના 10 કરોડથી વધુ લાભાર્થી છે, જ્યારે પણ કોઇ સભ્યને ઇપીએફઓ સાથે પોતાની જાણકારીમાં કોઇ ફેરફાર કરવો પડ્યો તો તેને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું, પરંતુ હવે ઇપીએફઓમાં આ સુધારો લાગુ થઇ ગયો છે. આ પછી, સભ્યો કોઈપણ બાહ્ય સહાય વિના સરળતાથી તેમની જાતે જ તેમની માહિતીમાં ફેરફાર કરી શકશે.
તમામ ફરિયાદોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે: મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “ઇપીએફઓને નામ અને અન્ય માહિતીમાં ફેરફાર સંબંધિત લગભગ 8 લાખ ફરિયાદો મળી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “સરકારે ઇપીએફઓના ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા માટે પણ સુધારા લાગુ કર્યા છે. હવે સભ્યો ઓટીપી દ્વારા ઇપીએફઓ એકાઉન્ટને એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. શરૂઆતમાં તો આ પ્રક્રિયા ઘણી લાંબી હતી.”
સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનું રોલઆઉટ પણ પૂર્ણ થયું
આ મહિનાની શરૂઆતમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ કહ્યું હતું કે તેણે દેશભરમાં તેની તમામ પ્રાદેશિક કચેરીઓમાં સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ્સ સિસ્ટમ (સીપીપીએસ) નું રોલઆઉટ પૂર્ણ કર્યું છે. તેનાથી 68 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે.
મહાકુંભ 2025માં રશિયાથી 7 ફૂટ ઉંચા ‘મસ્ક્યુલર બાબા’ પહોંચ્યા, વાયરલ તસવીરે મચાવ્યો હંગામો
લોહીથી લથપથ પતિ સૈફ અલી ખાનને છોડી બહેન કરિશ્માના ઘરે શા માટે ગઈ હતી કરીના? સાચું કારણ સામે આવ્યું
‘દિલ્હીમાં ભાડૂતોને પણ મળશે મફત વીજળી’, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓ કોઈપણ બેન્કમાંથી પેન્શન ઉપાડી શકશે. તેમજ પેન્શન શરૂ થાય તે સમયે લાભાર્થીએ વેરિફિકેશન માટે બેન્કમાં જવાની જરૂર રહેશે નહીં. આ પગલાથી તે પેન્શનરો માટે રાહત થશે જે નિવૃત્તિ પછી તેમના વતન જાય છે અને ત્યાં પોતાનું જીવન જીવે છે.