Saif Ali Khan Attack: સૈફ અલી ખાન પર 15-16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરમાં ઘૂસણખોરે હુમલો કર્યો હતો. જે બાદ અભિનેતાને ઘણી ઈજાઓ પહોંચી હતી. આ સાથે જ સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર પતિને લોહીલુહાણ હાલતમાં મૂકીને નાના દીકરા સાથે બહેન કરિશ્મા કપૂરના ઘરે જતી રહી હતી. આ પછી, ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થવા લાગ્યા. હવે ખુદ કરીનાએ તે રાતની આખી વાત પોલીસને જણાવી છે. વાસ્તવમાં એક્ટ્રેસના આ નિવેદનથી ખુલાસો થયો છે કે કરીના પોતાના ઘાયલ પતિને છોડીને પોતાની બહેનના ઘરે કેમ જતી રહી.
ઘાયલ સૈફને છોડીને કરીના બહેન કરિશ્માના ઘરે કેમ ગઈ?
કરીના કપૂરે શુક્રવારે મુંબઇ પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. કરીનાએ જણાવ્યું કે, હુમલાની રાતે કરીના 12માં માળે હતી. અવાજ સાંભળીને તે તરત જ 11માં માળે આવી ગઈ. આ પછી, અભિનેત્રીએ જોયું કે હુમલાખોર તેના નાના પુત્ર જેહના રૂમમાં હાજર હતો. સૈફે બાળક અને સ્ટાફને તેનાથી બચાવ્યો. સૈફ અને કરીનાએ પણ વિચાર્યું કે હુમલાખોર તેમના સૌથી નાના પુત્ર જેહ પર હુમલો કરશે.
કરીનાએ વધુમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે હુમલાખોર અને સૈફ વચ્ચે બોલાચાલી થઇ હતી, જેમાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. જો કે આ દરમિયાન સૈફે જેહને હુમલાખોરથી બચાવીને બાળકો અને કરીના સહિત તમામ મહિલાઓને 12માં માળે મોકલી દીધી હતી. હુમલાખોર નાસી છૂટયા બાદ સૈફે પહેલા કરીના અને જેહને સહીસલામત રીતે બહેન કરિશ્માના ઘરે મોકલી દીધા હતા. ત્યાર બાદ સૈફ પોતાના 6 વર્ષના દીકરા તૈમુરને ઓટોમાં બેસાડી હોસ્પિટલ પહોંચ્યો હતો. સૈફ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો કરિશ્મા અને કરીના એક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.
PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું પ્રદર્શન થશે, જાણો વિગતો
સૈફની હાલત હવે કેવી છે?
હુમલા બાદથી જ સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ તેનું હેલ્થ અપડેટ શેર કર્યું છે અને કહ્યું છે કે અભિનેતાની કરોડરજ્જુને સર્જિકલ રીતે દૂર કરવામાં આવી છે અને અઢી ઇંચનો છરીનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો છે અને તે જોખમની બહાર છે. શનિવારે લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે સૈફની હાલતમાં હવે ઘણો સુધારો થયો છે અને એ ચાલી રહ્યો છે. ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે અભિનેતાને ૨ થી ૩ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.