ખેડૂતોની આવક બમણી થઈ જશે, કેન્દ્ર સરકાર આપી રહી છે પૂરા 18 લાખ, પૈસા સીધા ખાતામાં આવશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ખેડૂતો માટે સારા સમાચાર છે. જો તમે પણ ખેડૂત છો તો હવે તમને કેન્દ્ર સરકાર તરફથી પૂરા 18 લાખ રૂપિયા મળશે. હા… સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે, જે હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી રહી છે. હવે ખેડૂતોને લાખોનો લાભ મળવાનો છે. તમને જણાવી દઈએ કે સરકાર કઈ યોજના હેઠળ 18 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે.

કયા ખેડૂતોને આ પૈસા મળશે

PM કિસાન FPO યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 18 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. જો કે, આ માટે ખેડૂતોએ એવી સંસ્થામાં જોડાવું પડશે જેમાં ઓછામાં ઓછા 11 ખેડૂતો હોય. આ સાથે, સરકાર ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર, બિયારણ, રસાયણો અને કૃષિ મશીનરી જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં પણ મદદ કરે છે.

ખેડૂતોની આવક વધશે

આ યોજના હેઠળ ખેડૂતો બેંકો પાસેથી સસ્તા દરે લોનનો લાભ પણ લઈ શકે છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે ‘PM કિસાન FPO યોજના’ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 18 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ મળીને એક સંગઠન બનાવવું પડશે. આ સાથે ખેડૂતો માટે ખેતીના સાધનો કે ખાતર, બિયારણ કે દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે.

સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ

ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત

કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ

કેવી રીતે અરજી કરી શકાય

  • સૌથી પહેલા તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • હોમ પેજ પર આપેલ FPO ના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં ‘રજીસ્ટ્રેશન’ના વિકલ્પ પર ક્લિક કરો અને ફોર્મ તમારી સામે ખુલશે.
  • ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
  • આ પછી પાસબુક અથવા કેન્સલ થયેલ ચેક અથવા આઈડી સ્કેન કરીને અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

Share this Article