Gold Rate: સોનું પરંપરાગત રીતે ભારતીયો માટે બચતનું સાધન રહ્યું છે. દેશ તેની 90 ટકાથી વધુ સોનાની માંગ આયાત દ્વારા પૂરી કરે છે અને 2022 માં, લગભગ 706 ટન સોનું વિદેશથી લાવવામાં આવ્યું હતું. 2022 માં, સોનાની વિદેશી ખરીદી પર લગભગ $ 36.6 બિલિયન ખર્ચવામાં આવ્યા હતા. તે જ સમયે, ભારતમાં સોનાની કિંમત હવે 61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. જોકે હવે ભારતીયો પણ સસ્તા ભાવે સોનું ખરીદી શકશે.
કરમુક્ત સોનું
ભૂતાને ફુએન્ટશોલિંગ અથવા થિમ્ફુની મુલાકાત લેનારા ભારતીયોને કરમુક્ત સોનું ખરીદવાની મંજૂરી આપી છે. ભૂતાને પર્યટકોને 20 ગ્રામ ડ્યુટી-ફ્રી સોનું ખરીદવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે, જેનો હેતુ હિમાલયના દેશમાં ઉચ્ચ વર્ગના ભારતીયોને આકર્ષિત કરવાનો છે. સત્તાવાર રીતે, ભૂતાન ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે ભૂતાન ડ્યુટી-ફ્રી (બીડીએફ) સાથે ભાગીદારીમાં ડ્યુટી-ફ્રી ગોલ્ડ આપવાનું શરૂ કર્યું હતું.
ગોલ્ડ પ્રાઇઝ
ઘણા ભારતીયો સોનું ખરીદવા માટે દુબઈ જાય છે કારણ કે ત્યાં સોનું પ્રમાણમાં સસ્તું છે. જો કે હવે ભૂટાનથી પણ સોનાની ખરીદી કરી શકાશે. ભારતીયોને સસ્તું સોનું આપીને ભૂતાન પ્રવાસનથી પોતાની આવક વધારવાની સાથે સાથે વિદેશી હૂંડિયામણ પણ કમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂતાનમાં ભારતીય પ્રવાસીઓ હવે કેટલાક મૂળભૂત માપદંડોને પૂર્ણ કરીને ડ્યુટી-ફ્રી શોપ્સમાંથી 20 ગ્રામ સોનું ખરીદી શકે છે. ફુએન્ટશોલિંગ ભૂતાનનું સૌથી મોટું શહેર છે અને તે બંગાળના અલીપુરદુઆર જિલ્લામાં જયગાંવની સરહદની પેલે પાર સ્થિત છે.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
આ શરતો પૂરી થવી જ જોઈએ
આ સાથે જ ભૂતાનમાં પ્રવાસીઓ ડ્યૂટી ફ્રી દુકાનોમાંથી સોનું ખરીદી શકે તે પહેલા કેટલીક પાયાની શરતો નક્કી કરવામાં આવી છે. આ સંજોગોમાં પ્રવાસીઓએ એસડીએફની ચૂકવણી કરવી પડશે અને એક રસીદ પણ આપવી પડશે જે દર્શાવે છે કે પર્યટન વિભાગ દ્વારા પ્રમાણિત હોટલમાં ઓછામાં ઓછી એક રાત પસાર કરવામાં આવી છે. આ સિવાય અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું રહેશે. જણાવી દઈએ કે આ શરતોને પૂરી કરીને ભૂટાનથી 27થી 30 હજાર રૂપિયાની વચ્ચે કિંમતે 22 કેરેટ 10 ગ્રામ સોનું ખરીદી શકાય છે.