Gold Rate: રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો અને શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને આ માહિતી આપી હતી. ગુરુવારે પીળી ધાતુ 81,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહી હતી.
સોનાનો ભાવ વધીને 81,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો
આજે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 700 રૂપિયા વધીને 81,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉના કારોબારમાં કિંમતી ધાતુ 80,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. જોકે, ચાંદીના ભાવ 500 રૂપિયા ઘટીને 93,500 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયા છે, જે અગાઉના કારોબારી સત્રમાં 94,000 રૂપિયા પ્રતિ કિલો હતા.
31 ઓક્ટોબરે સોનું અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું
ગયા વર્ષે 31 ઓક્ટોબરે સ્થાનિક બજારમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાએ અનુક્રમે 82,400 રૂપિયા અને 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો.
સોનામાં શા માટે જોરદાર ઉછાળો આવી રહ્યો છે?
આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ છતાં સ્થાનિક બજારમાં કિંમતી ધાતુમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું, જેનું મુખ્ય કારણ જ્વેલર્સની ઊંચી માગ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક સ્તરે કોમેક્સ ગોલ્ડ વાયદો 21.10 ડોલર ઘટીને 2,729.80 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો હતો. આ ઉપરાંત એશિયન બજારમાં કોમેક્સ ચાંદી વાયદો ૧.૪૭ ટકા ઘટીને ૩૧.૨૬ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.
કોમોડિટી નિષ્ણાતો શું કહે છે
કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કૈનાટ ચેઇનવાલાએ જણાવ્યું હતું કે, “અમેરિકામાં હાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટાની આવક પહેલાં સોનું 2,750 ડોલર પ્રતિ ઔંસની સહેજ નીચે આવી ગયું છે.
PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું પ્રદર્શન થશે, જાણો વિગતો
સોના-ચાંદીમાં હજુ વધુ તેજીની આશા
વૈશ્વિક સ્થિતિ જોતાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાની ધારણા છે અને આની પાછળ ડોલરની ચાલ પણ મહત્વની માનવામાં આવે છે. વૈશ્વિક ભૂ-રાજકીય સ્થિતિ હાલ સોના-ચાંદીના ભાવમાં વધારો દર્શાવે છે.