આજના 1 લિટર પેટ્રોલના ભાવમાં તો પહેલા સોનું આવી જતુ હતુ, વિશ્વાસ ન આવે તો જુઓ આ 60 વર્ષ જૂનું બિલ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આજના સમયમાં સોનાની કિંમત સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગઈ છે. સોનું ખરીદવું એ હવે દરેક વ્યક્તિની ચાનો કપ પીવા જેટલુ સહેલુ રહ્યુ નથી. પરંતુ એક સમય હતો જ્યારે સોનાની કિંમત એટલી હતી કે તમે વિશ્વાસ કરશો નહીં. આનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું 60 વર્ષથી વધુ જૂનું બિલ છે, જે તમને કહેશે કે એક તોલા સોના (10 ગ્રામ)ની કિંમત તે સમયે શું હતી?

આજના ભાવ આકાશે પહોંચ્યા

સોના-ચાંદીના ભાવ આજે ભલે આસમાનને આંબી રહ્યા હોય, પરંતુ પહેલા આવું નહોતું. એક સમય હતો જ્યારે લોકોને એક લિટર પેટ્રોલના ભાવે સોનું સરળતાથી મળી જતું હતું. સોશિયલ મીડિયા પર 64 વર્ષ જૂનું સોના-ચાંદીનું બિલ વાયરલ થઈ રહ્યું છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો કે આ સમયગાળામાં મોંઘવારી ક્યાં સુધી પહોંચી ગઈ છે.

1959માં સોનાનો દર જાણો

સોના અને ચાંદીના જૂના ભાવ સાથેનું બિલ વર્ષ 1959નું છે, જે હાથથી બનાવેલી સ્લિપ છે. જેમાં સ્પષ્ટપણે જાણવા મળે છે કે તે સમયે સોનાની કિંમત 113 રૂપિયા હતી. બિલને નજીકથી જોતા ખબર પડશે કે આ 64 વર્ષ જૂનું બિલ મહારાષ્ટ્રના પુણે જિલ્લાનું છે જેમાં ઉપર જ્વેલર્સની દુકાન મેસર્સ વામન નિંબાજી અષ્ટેકરનું નામ લખેલું છે. સ્લિપ પર તારીખ 03 માર્ચ 1959 લખેલી છે.

એપલ વોચે બચાવી લીધો મહિલાનો જીવ, હ્રદય પણ બંધ થઈ ગયુ હતુ, ડૉક્ટરો પણ દંગ રહી ગયા!

18 જાન્યુઆરીથી બુધ આ ત્રણ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે, વર્ષોથી અટકેલા કામો થઈ જશે પૂરા, જાણો તમારી રાશિ વિશે

આ વસ્તુને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ચમકી જશે, રૂપિયાનો વરસાદ થશે, માતા લક્ષ્મીની રહેશે કાયમ કૃપા

એક તોલા સોનું (10 ગ્રામ) માત્ર 113 રૂપિયાના બિલમાં દેખાય છે. જે શિવલિંગ આત્મારામના નામે કપાયેલું છે. આ બિલમાં સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત 909 રૂપિયા છે. બીજી તરફ સોનાના વર્તમાન ભાવની વાત કરીએ તો 18 જાન્યુઆરીએ સોનું 56605 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 68611 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર વેચાઈ રહી છે.


Share this Article
TAGGED: ,